ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર શહેર સહીત જીલ્લમાં આજે બે દિવસ થી
વાદળછાંયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી હર્યો છે પરંતુ આજે મેઘરાજે અચાનક પતાનું
સ્વરૂપ બદલ્યું હતું અને એકાએક ધોધમાર વરસાદ વરસી જતા શહેર અને જીલ્લામાં એક થી
ચાર ત્રણ ઈચ જેત્લોઈ વરસાદ વરસી ગયો હતો.ભારે વરસાદના કારણે શહેરના મોટાભાગના
નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા હતા તો વળી ક્યાંક ઘરોમાં અને દુકાનોમાં
પણ પાણી ભરાયા હતા.
વી.ઓ-૧
આમ તો જો કે ભાવનગર જીલ્લા માં ચાલુ ચોમાસા દરમિયાન ભારે વારસદ
ક્યારેય પડ્યો જ નથી પરંતુ છેલ્લા બે દિવસ થી થઈ રહેલ ભારે વરસાદની આગાહી વચ્ચે
ભાવનગર જીલ્લા ના વાતાવરણ માં પલટો જોવા મળી રહ્યો હતો તો વળી ભાવનગર શહેર સહીતન
જીલ્લમાં હળવા થી ભારે ઝાપટા પડી રહ્યા હતા પંતુ આજે અચાનક જ જીલ્લાભરમાં મેઘરાજાએ
પોતાનું રોદ્ર સ્વરૂપ દેખાડ્યું હોય તેમ માત્ર એક કલાકમાં સર્વત્ર પાણી પાણી કરી
દીધા હતા,
બપોર બાદ એકદમ ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો જેના કારણે ભાવનગર શહેરના
જીલ્લા પંચાયત, બોરડીગેટ, ચાવડીગેટ,રામમન્ત્ર મંદિર, કાળીયાબીડ વિરાણી સરકાર,
ભગવતી સર્કલ, કુંભારવાડા,વાલ્કેતગેટ, કરસલીયા પરા, કાળાનાળા, ચિત્રા વિસ્તાર,
દેસાઈ નગર વિસ્તાર, વિઠલવાડી સહિતના વિસ્તારોમાં રોડ પર ગોઠણસમા પાણી ભરાયા હતા,રોડ
પર અને બજારોમાં પાણી ભરાવાના કારણે લોકોના વાહનો બંધ પડી ગયા હતા તો શાળા
છુટવાનોસમય હોય વાલીઓમાં બાળકોની ચિંતા સતાવી રહી હતી, ક્યાંક ક્યાંકપાણી ભરાઈ
જવાના કારણે શાળાની રીક્ષાએ પણ અટવાઈ ગઈ હતી. શહેરના દાણાપીઠ વિસ્તારમાં લોકોની
દુકાનોમાં પાણી ઘુસી જતા અનાજનો મોટો જથ્થો પલળી ગયો હતો જો કે ભારે વરસાદ શરુ થતા
જ લોકો દુકાનો બંધ કરી બધું ભગવાન ભરોસે મુકીને ઘેર જતા રહ્યા હતા, તો વળી શહેરના
કુંભારવાડા વિસ્તારમાં અને શહેરના કરસલીયા પરા વિસ્તારમાં લોકોના ઘેરમાં પાણી ઘુસ્યા
હતા,
જીલ્લા ની વાત કરીએ તો જીલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં એક થી બે ઈચ
જેટલો વરસાદ પડી ગયો હતો ખાસ કરી ને પાલીતાણા , ગારીયાધાર, વલ્લભીપુર, તળાજા,
મહુવા,સિહોર જેસર તેમજ ઉમરાળા સહિતના તમામ જિલ્લાઓમાં ભરે થી મધયમ વરસાદ દિવસ
દરમિયાન પડી ગયો હતો, ખાસ કરીને સિહોર તાલુકાના વરલ ગામે આવેલ નદીમાં ભારે વરસાદના
કારણે ઘોડાપુર આવ્યું હતું જેના કારણે ગામમાં જ આવેલ કોજવે પર પાણી ફરી વળતા સિહોર
થી તળાજા જવાનો હાઈવે એકાદ કલાક સુધી બંધ થઈ ગયો હતો અને સિહોર તરફ અપડાઉન કરતા
લોકો વરલ ગામે અટવાઈ ગયા હતા, વરલ ગામની નદીના કોજવે ની બન્ને સાઈડ વાહનોની મોટી
મોટી કતારો જોવા મળી હતી,
આમ જીલ્લા ચાલુ સીઝન
દરમીયા આજે પડેલા સાર્વત્રિક વરસાદના કારણે લોકોમાં ખુસીનો માહોલ જોવા મળ્યો હતો
તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે મોલાતો ને નવું જીવન મળ્યું હતું તો
ગામડાના નાના-મોટા ચેકડેમો ભરાઈ જતા ગામડાના કુવાઓમાં નવા પાણી આવવાની આશા બંધાતા
ધરતીપુત્રો ગેલમાં આવી ગયા હતા,






ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો