27 ઓગસ્ટ. 2017 07:51
અમદાવાદ:
આજે વહેલી સવારે બરવાળા-ધધુંકા રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 5 મહિલા 6 પુરુષો સહિત કુલ 11 લોકોના મોત થયા છે. પરંતુ આ અકસ્માતમાં એક બાળકનો આબાદ રીતે બચાવ થયો છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર આજે વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે મોટી દુર્ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 11 લોકોના મૃત્યુ થયા છે. આ તમામ મૃતકો મુંબઇ ના જૈન પરિવારના અને મૂળ વલ્લભીપુરના પચ્છેગામ ના હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળ્યું હતું તે આ તમામ લોકો પાલીતાણા દર્શન કરવા માટે આવ્યા હતા અને રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી ગઇ છે. 108 દ્વારા તમામ લોકોને સીએચસી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ અકસ્માતમાં 1 બાળકનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે આખા હાઇવે પર ટ્રાફિકનો ચક્કાજામ થઇ ગયો છે. હાલમાં જાણવા મળ્યું નથી કે આ અકસ્માત પાછળ કોનો વાંક હતો પરંતુ હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો