ભાવનગર
૨૯-ઓગસ્ટ-૧૭
ભાવનગર જીલ્લા સહીત
સમગ્ર ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા આગામી ૩૧ તારીખ સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે
એલર્ટ જારી કરવામાં આવતા ભાવનગર ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આગમચેતીના પગલા રૂપી
એનડીઆરએફની ટીમને ભાવનગર બોલાવી લેવામાં આવી છે જો કે હાલ આ ટીમ ને જીલ્લામાં ૩૧
તારીખ સુધી સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.
થોડા દિવસો પહેલા
બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ તારાજી સર્જી અને અસંખ્ય લોકો પૂરમાં મોતને
ભેટ્યા છે, ત્યારે ફરી ગુજરાત પર ભારે વરસાદ નું સંકટ આવ્યું છે જેને લઈને વરસાદ
કે પુરની સ્થિતિમાં કોઈ કોઈ મોટી જાનહાની ના થાય તે માટે ભાવનગર વહીવટી તંત્ર પણ
આગમચેતીના ભાગરૂપે તમામ પ્રકારની આપતીને પહોચી વળવા માટે તૈયાર છે, જેના ભાગ રૂપે
આજે ભાવનગર જીલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એનડીઆરએફની ટીમને ભાવનગરમાં તૈનાત
કરી દેવામાં આવી છે, જો કે હાલ ભાવનગરમાં સ્થિતિ સામાન્ય છે, પરંતુ ગઈકાલે એક સાથે
પાચ ઈચ કરતા વધુ વરસાદ વરસી જતા વહીવટી તંત્ર દ્વારા આગમચેતીના ભાગ રૂપે આ ટીમને
બોલાવી લેવામાં આવી છે, ૩૧ તારીખ સુધી ની ભારે વરસાદની આગાહી ને લઈને ભાવનગરમાં
વરસાદ કે ઉપરવાસના વરસાદના કારણે ભાલ પંથક કે નદી કાંઠાના અને દરિયા કિનારાના
વિસ્તારોમાં કોઈ પુરની પરિસ્થિતિ સર્જાય તો તે માટે ભાવનગરમાં એનડીઆરએફની એક કંપની
સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે, જે આજે આ ટીમ ભાવનગર આવી પહોચી હતી અને જીલ્લા
વહીવટી તંત્ર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ પોલીસ તંત્ર સાથે એનડીઆરએફનના ઉચ્ચ
અધિકારીઓએ મીટીંગ કરી હતી,



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો