BREAKING

નારી ચોકડી ખાતે કોંગ્રેસ દ્વારા ચક્કાજામ


ભાવનગર ના નારી ચોકડી ખાતે ભાવનગર કોંગ્રેસ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે ખેડૂત વિરોધી નીતિ સહિતના મુદા ને લઈને ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ ના મહિલા સહિતના કાર્યકરો જોડાયા હતા અને લગભગ અડધો કલાક સુધી નેશનલ હાઈવે તેમજ સ્ટેટ હાઈવે ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અંતે પોલીસે નાટ્યાત્મક રીતે ૧૦૦ કરતા વધુ કોંગી કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.

સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે મધ્ય પ્રદેશમાં ખેડૂતોની આત્મહત્યા તેમજ ખેડૂતો પર અત્યાચાર અને મહેસાણા પાટીદાર યુવકના કસ્ટોડીયલ ડેથ મુદ્દે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ર્જ્યમાં વિવિધ શહેરોમા ચક્કાજામ સહિતના કાર્યક્રમો આપી અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે જેને ભાગ સ્વરૂપ આજે ભાવનગર શહેર કોંગ્રેસ સહીત જીલ્લાના કાર્યકરો, યુવા કાર્યકરો અને મહિલા કાર્યકરો દ્વારા ભાવનગરના નારી ચોકડી ખાતે આજે મોટી સંખ્યામાં એકઠા થઈ અને ભાવનગર –રાજકોટ હાઈવે તેમજ ભાવનગર અમદાવાદ હાઈવે ને ચક્કાજામ કરી દેવાયો હતો, મોટી સંખ્યામાં જીલ્લાભર માંથી ભાવનગર ખાતે આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં કાર્યકરો આવવાના હોય તેવી જાણ પોલીસને થતા પોલીસે એસ.આર.પી,ફાયર, વજ્ર સહિતના વાહનો સાથે નો મસમોટો કાફલો નારી ખડકી દેવામાં આવ્યો હતો, જો કે પોલીસ અને કોંગ્રેસ ના આગેવાનો વચ્ચે નક્કી જ હોય તેમ કોંગ્રેસને પ્રથમ પોલીસ દ્વારા રોડ ચક્કજામ કરવા દેવામાં આવ્યો હતો લગભગ અડધો કલાક સુધી હાઈવે ચક્કજામ કર્યા બાદ પોલીસે કોંગ્રેસના પાલીતાણા ના ધારસભ્ય પ્રવીણ રાઠોડ સહિતના કોંગી આગેવાનો ની નાટ્યાત્મક રીતે અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા બાદ માં તમામ ને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો