BREAKING

પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ રહેતા ખેડૂતોએ કર્યો ચક્કાજામ.

પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં કોઈપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વિના જ હરાજી બંધ રાખવામાં આવતા હરાજીમાં આવેલ ૫૦ કરત વધુ ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને પાલીતાણા તળાજા હાઈવે પણ લીંબુની ગાંસડીઓ ગોઠવી અને હાઈવે ચક્કાજામ કરી દેવાયો હતો, જો કે એક કલાક કરતા વધુ સમય માટે હાઈવે ચક્કાજામ રહ્યા બાદ આખરે ચેરમેન ની સમજાવટ થી રોડ ખુલ્લો કરાયો હતો.

આજે પાલીતાણા માર્કેટિંગ યાર્ડ પર નિત્યક્રમ મુજબ ૫૦૦ કરતા વધુ ખેડૂતો લીંબુ સહિતની પોતાનો પાક લઈને હરાજી માટે આવી પહોચેલ પરંતુ જ્યારે યાર્ડમાં આવ્યા તો તેમને એમ જણાવી દેવામાં આવ્યું કે આજે હરાજી બંધ રખાવામાં આવી છે, આ અંગે ખેડૂતો દ્વારા જ્યારે યાર્ડના ચેરમેન સાથે ટેલીફોનીક વાત કરી તો તેઓ દ્વારા તેમને ઉડાઉ જવાબ આપી દેવામાં આવ્યો, હરાજી માટે દુર દુર ગામડેથી વાહનો બંધાવી અને ખર્ચ કરીને આવેલ ખેડૂતોને આમેય તૈયાર પાક મોંઘો પડી રહ્યો છે તેમાં કોઈપણ પ્રકારની આગોતરી જાણ વગરની યાર્ડના સંચાલકો દ્વારા પોતાની ઘરની ધોરાજી હાકીને ગમે ત્યારે હરાજી બંધ રાખી દેવતા ખેડૂતો વધારે ખર્ચ માં ઉતારી જાય છે આવા સંજોગોમાં ખેડૂતોનો ગુસ્સો સાતમે આસામને પહોચ્યો હતો અને રોષે ભાર્યેલ ખેડૂતો તેમના પાકની ગાંસડીઓ રોડ પર ગોઠવી દઈ રોડ પર બેસી જઈને રોડ પાલીતાણા-તળાજા હાઈવે ચક્કાજામ કરી દેવાયો હતો.

જો કે લગભગ એકાદ કલાક જેટલો સમય હાઈવે ચક્કાજામ કરી દેવાયા બાદ યાર્ડના સત્તાધીશોને તેમની ભૂલ સમજાઈ હોય કે પછી વિરોધ થયા વિના ના માનવું તેમ નક્કી કરી લીધું હોય તેમ આખરે યાર્ડ ખાતે તેઓ દોડી આવ્યા હતા. અને તેઓ એ ખેડૂતોને સમજાવ્યા હતા કે વેપારીઓ દ્વારા આજે બંધ રાખવામાં આવ્યો હતો અને તેઓ દ્વારા યાર્ડ ને જાણ કરવામાં આવી ના હતી તેથી આવી મુશ્કેલી સર્જાઈ છે. આખરે ખેડૂતોના રોષ બાદ યાર્ડમાં હરાજી ચાલુ કરાઈ હતી,

જો કે હાલની સીસ્ટમ જ એવી બની ગઈ છે કે આમ જનતાની વાત વિરોધ કર્યા વિના તંત્રને કાને પડતી જ નથી, આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શિત કરી એક રાજકીય કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ પાલીતાણામાં મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોનો રોષ સાચે જ રોડ પર આવી ગયો હતો. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો