BREAKING

સુરત ખાતે બારડ( વાણંદ) પરિવારનું 5 મુ સ્નેહમિલન મળ્યું.



વિપુલ બારડ-સુરત બ્યુરો
તસ્વીર-રાહુલ મકવાણા
સમગ્ર ગુજરાતમાં વસતા બારડ (વાણંદ) પરિવારના સભ્યો નું પાંચમું સ્નેહમિલન સુરત ખાતે મળી ગયું, સ્નેહમિલન ની સાથે સાથે જ્ઞાતિના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ પણ રાખવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન માં બારડ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં આવી પહોચ્યા હતા, પરિવારના આગેવનો અને મોભીની ઉપસ્થિતિમાં આ સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું જેમાં પરિવારના આગેવાનો દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું ત્યાર બાદ પરિવારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બાળકોને તેમજ તેમજ વિવિધ ક્ષેત્ર માં નોકરી કરતા યુવક યુવતીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રસિધ્ધ સાહિત્ય અને હાસ્યકાર રાજુભાઈ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વિપુલ બારડ અને બરડ પરિવારના આગેવાનો યુવકોએ ભારે જેહમત ઉઠાવી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો