BREAKING

મહુવા ના સાદરિકા નજીક અકસ્માત, એક જ પરિવારના ચાર સભ્યોના મોત

પ્રહલાદસિંહ રાઠોડ.મહુવા
ભાવનગર જિલ્લા ના મહુવા નજીક ગમખ્વાર અકસ્માતમાં ગોંડલ તાલુકાના ધુડશીયા ગામના એક જ પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યા છે.

ભાવનગરના મહુવા-સાવરકુંડલા હાઇવે પર આવેલ સાદરિકા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના માતા-પિતા-પુત્ર સહીત ચાર લોકો ના ઘટના સ્થળે કરૂણ મોત નિપજયા છે. ગોંડલ તાલુકા ના ધુડશીયા ગામના ભુવા પરિવારના સભ્યો વેગનઆર કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે મહુવા-સાવરકુંડલા હાઇવે પર મહુવા નજીક આવેલ સાદરિકા ગામ પાસે  ડમમ્પર ચાલકે તેમની કાર ને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં અમીત રવજીભાઈ ભુવા, જગદીશભાઈ ગંગદાસભાઈ ભુવા, ગંગદાસભાઈ નથુભાઈ ભુવા તેમજ દિવાળીબેન ગંગદાસભાઈ ભુવાનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના ની જાણ થતા જ મહુવાના ખૂટવડા પોલીસ સ્ટાફ તેમજ 108 નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ મૃતકોના મુતદેહ ને બહાર કાઢી પીએમ માટે મહુવા મોકલી આપવામાં આવ્યા હતા. આકસ્માત ના પગલે લોકોના  ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટના અંગે મૃતકના ગામમાં જાણ થતા જ નાના એવા ધુડશીયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો