BREAKING

સિહણ પાછળ કાર દોડાવી વિડીઓ ઉતારવાનું ભાવનગરના યુવકોને ભારે પડ્યું.


વિપુલ બારડ-ભાવનગર

થોડા દિવસો પહેલા જ સિહણ પાછળ કાર દોડાવી અને સિહણ ને રંઝાડતો વિડીઓ વાયરલ થયો હતો જે અંગે ભાવનગર ની ફોરેસ્ટ ટીમે તપાસ હાથ ધરતા આ ઇઅસ્મો ભાવનગરના વતની હોય જેઓની આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા વન અધિનિયમ-૧૯૭૨ મુજબ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
       ભાવનગર, અમરેલી અને જુનાગઢ સહિતના જંગલ વિસ્તારોમાં સ્થાનિક લોકો દ્વારા જગલ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા અમુક રકમ લઈને ગેરકાયદેસર પ્રવેશ કરાવીને સિહ દર્શન કરવવાની પ્રવૃતિઓ વધી રહી છે અને આવા ઇસમો દ્વારા વન્યપ્રાણીઓને પણ રંઝાડવામાં આવતા હોય છે, જંગલ વિસ્તારના આજુબાજુના સ્થનિક ઇસમો દ્વારા આવી રીતે રહેવા જમવાની સગવડ સાથે વ્યક્તિ દીઠ અમુક રકમ લઈને ગેરકાયદેસર રીતે સિહદર્શન કરાવવામાં આવે છે, આવી રીતે ગેરકાયદેસર રીતે જગલમાં સિહ દર્શન કરવા ગયેલ અમુક ઇસમો દ્વારા જગલમાં સિહણ ની પાછળ કાર દોડાવી રંઝાડતા હોય તેવો વિડીઓ વાયરલ થયેલ હતો.
        જે વિડીઓ સોશ્યલ  મીડિયા તેમજ ટીવી ચેનલોમાં આવેલ જે અંગે તપાસ કરતા આ વીડીઓમાં જે અવાજો આવી રહ્યા હતા તે કાઠીયાવાડી બોલી હોય જે અને આ ઈસમો ભાવનગરના હોય તેવી બાતમી ફોરેસ્ટ વિભાગને મળતા ભાવનગર ફોરેસ્ટ ની ટીમ દ્વારા વિડીઓ વાયરલ અંગે તપાસ કરતા આ વિડીઓ ભાવનગરના રાજહંસ કલબ નામના ગ્રુપમાં આવેલ જે અંગે ગ્રુપ એડમીન ને પૂછપરછ કરતા તેને જે નંબર પરથી વિડીઓ આવેલ તે નંબર ફોરેસ્ટ વિભાગને જણાવતા તે અંગે ફોરેસ્ટની ટીમ દ્વારા તપાસ હાથ ધરતા આ વિડીઓ ભાવનગરના ઉત્પલ પંડ્યા નામના ઇસમે ગ્રુપમાં શેર કરેલ જે અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા ઉત્પલ પંડ્યાની પૂછપરછ કરતા તેને સમગ્ર વિડીઓ અંગે જણાવેલ કે તે અને તેના મિત્રો દ્વારા આ વિડીઓ મોબાલમાં ઉતારેલ, તે અને તેના મિત્રો વિસાવદરના બદક ગામ થી કનકાઈ તરફ જવાના રસ્તે ત્યાના સ્થાનિક વ્યક્તિ લખન મેર જે ગેરકાયદેસર રીતે લાઈન શો કરે છે જેની સાથે તેઓ એ રકમ આપી સિહ દર્શન માટે ગયેલ અને તે સમયે કાર માંથી વિડીઓ ઉતારેલ, જે અંગે ભાવનગર ની ફોરેસ્ટ ટીમ દ્વારા ઉત્પલ પંડ્યા, બ્રિજેશ જોષી, પાર્થિવ ત્રિવેદી તેમજ દેવાંગ આંધરિયાની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, આ કિસ્સો વિસાવદર વન વિભાગ ની હદ માં બનેલ હોય વધુ તપાસ માટે વિસાવદર ફોરેસ્ટની ટીમને આ ચારેય ઈસમોનો કબજો સોપવામાં આવ્યો હતો.
આવી રીતે ગેરકાયદેસર સિહ દર્શન કે લાઈન શો થઈ રહ્યા છે અને જગલી પશુઓને રંઝાડવામાં આવી રહ્યા છે ત્યારે આવી પ્રવૃતિઓ પર રોક લાગે તે માટે ફોરેસ્ટ ટીમ દ્વારા આ ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવેલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો