BREAKING

રથયાત્રા પૂર્વે ભાવનગરના વડવા વિસ્તારમાં કોળી યુવકની ઘાતકી હત્યા.


વિપુલ બારડ-ભાવનગર
ભાવનગરમાં રથયાત્રાના બે દિવસ પૂર્વેની રાત રક્તરંજિત બની હતી, શહેરના વડવા વિસ્તારમાં એક યુવકની ચાર થી પાંચ ઇસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને નીલેશભાઈ ડાભી નામના યુવકની કરપીણ હત્યા નીપજાવી ફરાર થઈ ગયા હતા.

ભાવનગરમાં રથયાત્રા ના કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ રથયાત્રા ની બે દિવસ પૂર્વેની રાત્રે એક કોળી યુવકની પાંચ છ ઇસમો દ્વારા તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને હત્યા નીપજાવી નાખતા પરિસ્થિતિ તંગ બની હતી, ભાવનગર શહેરના પાનવાડી વીસ્તારમા રહેતા અને નાસ્તા ની લારી ધરાવતા કોળી નીલેશ દીનેશભાઈ ડાભીને આજે મોડીરાત્રીના સામયે વડવા મોચી બજારમા થી જઈ રહ્યો હતો ત્યારે કેટલાક સખ્સો દ્વારા તેના પર તલવાર જેવા ઘાતકી હથિયારો વડે હુમલો કરી અને તેને મોત ને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો, આ સમગ્ર ઘટના બની ત્યારે મૃતક નીલેશ નો મિત્ર ત્યાંથી પસાર થતો હોય અને તેને આ ઈસમોને અટકાવતા તેને પણ ધકાવી ત્યાંથી કાઢી મુકવામાં આવ્યો હતો, મૃતકના મિત્રના જણવ્યા મુજબ ગાઠીયા બટેટા ની દુકાન ધરાવતો મહેશ તેનો પુત્ર તેમજ તેના કારીગરો સહીત ૫ થી ૬ જણાએ તલવારો અને પાઈપ વડે હુમલો કરતા કોળી નીલેશ ડાભી નુ ઘટના સ્થળે મોત નીપજેલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો