જુવો વિડીઓ.
ભાવનગર સહિતના મહુવા, પાલીતાણા,
તળાજા,વલ્લભીપુર સહિતના વિસ્તારોમાં દસેક દિવસ પહેલા વાવણી લાયક વરસાદ પડી જતા
ધરતીપુત્રોએ વાવણી કરી નાખી હતી, જો કે વાવણી થયા બાદ ઘણા દિવસો વીતવા છતાં પણ
મેઘરાજા હાથતાળી આપતા હોય તેમ લાગતું હતું, વચ્ચેના દિવસોમાં જાણે કે ફરી ઉનાળો
આવી ગયો હોય તેવી અસહ્ય ગરમી અને બાફ જોવા મળ્યો હતો પરંતુ આજે પાલીતાણા અને
આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર રી-એન્ટ્રી કરતા ધરતી પુત્રો
ગેલમાં આવી ગયા છે, આજે બપોર બાદ પાલીતાણા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં
ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, પાલીતાણા શહેર સહીત પાલીતાણા ના ઘેટી, દુધાળા, ચોંડા,
નાનીમાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ પડેલા ધોધમાર વરસાદમાં નવા ઉગેલા
પાકને નવજીવન મળ્યું હતું.
જ્યારે પાલીતાણા શહેરમાં પણ બપોર બાદ
ધોધમાર વરસાદમાં તૂટી પડ્યો હતો, જો કે રાબેતા મુજબ પાલીતાણા ના નીચાણવાળા
વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો
પડ્યો હતો, આ ઉપરાંત મેઘરાજા અને પીજીવીસીએલ ને ક્યાં ભવના વેર હશે તે રામ જાણે પણ
વરસાદ શરુ થતા જ સમગ્ર પાલીતાણામાં વીજળી ગુલ થઈ ગરી હતી જેના કારણે લોકોના
કામધંધા અટવાઈ ગયા હતા, જો કે ઘણા સમયે વરસાદ અને એ પણ ધોધમાર વરસાદ આવતા લોકોએ
વરસાદમાં ભીંજાવાનો મોકો મુક્યો ના હતો, નાના બાળકો થી લઈને મોટેરાઓ પણ વરસાદમાં
નાહવાનો આનંદ માન્યો હતો જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમા ગરમ
ગાઠીયા-ભજીયા ની જયાફત પણ ઉડાવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો