વિપુલ બારડ-ભાવનગર
ભાવનગરના
બોરતળાવમાં કુમુદવાડી વિસ્તારમાં આવેલા એક
હીરાના કારખાનામાં બે રત્નકલાકારોની ગળું કાપી ને ઘાતકી હત્યા કરેલી લાશ મળી આવતા
ચકચાર મચી જવા પામી છે.ગત મોડી રાત્રીથી વહેલી સવાર સુધીમાં બનેલા આ બનાવ ની જાણ
સવારે થતા પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો અને આ બનાવ અંગે જરૂરી કાગળ પરની
કાર્યવાહી કરી લાશને પીએમ માટે મોકલી આપી છે.જયારે આ બનાવમાં પોલીસને એક કડી મળતા
પોલીસ આ યુવકની શોધખોળ માં લાગી છે .
ભાવનગરના
કુમુદવાડી વિસ્તારમાં હીરાનું કારખાનું ધરાવતા ધરમશીભાઇ પટેલ ના કારખાના માં
કામકરતા અને કારખાનામાં જ સુઈ રહેતા બે કોળી યુવકની ગળું કાપી ને હત્યા કરી નાખેલી
લાશ મળી આવી હતી.આજે સવારે જયારે આ બનાવની જાણ લોકોને થતા તાકીદે પોલીસ ને આ
બનાવની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસમાં ચંદુભાઈ નારણભાઈ કોળી
રે,બરોળ તેમજ અનિલભાઈ દિલીપભાઈ કોળી રે,સુરેન્દ્રનગર વાળાની ગાળાના ભાગે તીક્ષ્ણ
હથિયારના ઘા ઝીંકી ને હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી.આ બંને યુવકો કારખાના જ
સુતા હોય અને કારખાના નું શટર પણ ખુલ્લું રાખતા હોય જેથી રાત્રીના સમયે કોઈ ઈસમો
લૂટના ઈરાદે કારખાના માં ઘુસી જઈ બંને યુવકોનું ગળું કાપી નાખી હત્યા કરી અને
કારખાના ની ઓફિસમાં રહેલા હીરાની લુટ ચલાવી નાસી છૂટ્યા હતા. સવારે જયારે પોલીસ
પહોચી ત્યારે લોહીમાં લથપથ હાલતમાં લાશ અને લોહી પણ જામી ગયું હોય મોડી રાત્રીના
સમયે આ ઘટના ને અંજામ આપવામાં આવ્યો હોય તેવી શંકાના આધારે તપાસ હાથ ધરી છે .જયારે
આ બનાવ ના પગલે લોકોના મોટા ટોળા ત્યાં એકઠા થઇ ગયા હતા .
આ બનાવમાં
પોલીસ ને એક કડી મળી છે.જેમાં સલીમ નામનો એક યુવક આ વિસ્તારમાં જ કામ કરતો હોય અને
જે ગુમ હોય ઉપરાંત તેનો મોબાઈલ પણ બંધ આવતો હોય અને આવી ઘટના ને અંજામ આપી શકે તેમ
હોય જેથી પોલીસે આ બનાવમાં તેની શોધખોળ હાથ ધરી છે .જયારે આ બનાવ માં એક કરતા
વધારે લોકો આ હત્યા માં સામેલ હોય તેવું જણાઈ રહ્યું છે.જયારે હજુ કેટલી રકમના
હીરાની લુટ થઇ છે તે અંગે પોલીસે કોઈ સત્તાવાર આંક જાહેર કર્યો નથી.



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો