પાળીયાદ (ભાલ) ગામે તા.29-12-2019 ને રવિવારે રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ અને જન ક્રાંતિ સંગઠન મુખી પરીવાર તથા નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા વિનામુલ્યે નેત્ર-નિદાન કેમ્પનું આયોજન કરવા મા આવુ હતું તેમા (ભાલ) પંથકના ભાઈઑ બહેનો ને મોટી ઉંમર નાં તમામ લોકો એ બહોળી સંખ્યા માં લાભ લીધો હતો, આ કેમ્પમાં 302 લોકો એ આંખો ના નિદાન કરાવેલ...અને તમામ લોકો ને ખારવાળા મેલડી માં મીત્ર મંડળ કાંબડ પરીવાર દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કેમ્પમાં જરૂરિયાત હોય તેવા દર્દીઓને મોતિયા ના ફ્રી ની વ્યવસ્થા હોય ૪૮ દર્દી ઓને રાજકોટ રણછોડાસ ચેરીટેબલ હોસ્પીટલ લઇ ઓપરેશન કરાવી બધા જ દર્દી ને પોતાના ધરે પરત મુકી આવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ કેમ્પને સફળ બનાવવા આજુબાજુના તમામ વિસ્તાર ના ભાઈઓ બહેનો અને સંરપચો એ આ કેમ્પ મા પોતાનો કીંમતી સમય આપી ને આ ભગીરથ કાર્ય મા સહભાગી થયા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો