આજે ભાવનગર પોલીસતંત્ર અને મ.ન.પા
દ્વારા હાફમેરાથોન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ના ડી.જી.પી-ભાજપ
પ્રદેશ અધ્યક્ષ-ધારાસભ્યો તેમજ જીલ્લા પંચાયત ના પ્રમુખ સહિતના તમામ અધિકારીઓ અને
પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ મેરાથોન માં કુલ ૯૧૫૦ લોકો એ ભાગ લીધો હતો. લોકો
વહેલી સવારથી જ ઉત્સાહભેર જવાહર મેદાન ખાતે હાજર થઇ ગયા હતા અને મન મૂકી ને દોડ્યા
હતા.
ભાવનગર માટે આજનો દિવસ ઐતિહાસિક બની
ગયો હતો. ભાવનગરમાં સૌપ્રથમવાર પોલીસતંત્ર અને મ.ન.પા દ્વારા હાફમેરાથોનનું આયોજન
કરવામાં આવ્યું હતું. વહેલી સવારે પાંચ વાગે મોટી સંખ્યામાં લોકો જવાહર મેદાન ખાતે
આવી પહોચ્યા હતા.આજના આ ખાસ મેરાથોન ના કાર્યક્રમ માં ગુજરાત રાજ્ય ના ડી.જી.પી-
ભાજપ પ્રદેશ અધ્યક્ષ-ધારાસભ્યો તેમજ જીલ્લા પંચાયત ના પ્રમુખ સહિતના તમામ અધિકારીઓ
અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ ના પ્રારંભે રાષ્ટ્રગાન કરી હાફમેરાથોનને
ઝંડી આપી થી પ્રસ્થાન કરવામાં આવી હતી.આ મેરાથોન માં ૨૧ કિમી, ૧૦ કિમી, ૫ કિમી અને
૩ કિમી ની દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજીત ૫૦૦૦ જેટલા સ્કુલ ના
બાળકો તેમજ વિવિધ વેપારીઓ-ઉદ્યોગપતિઓ તેમજ દોડવીરો અને અધિકારીઓ જોડાયા હતા.આ
મેરાથોમ માં એક ૬૫ વર્ષીય વૃદ્ધે પણ ભાગ લીધો હતો તેમજ અન્ય એક કેન્સર ના દર્દીએ
પણ ભાગ લીધો હતો અને હાથમાં વૃદ્ધ તંબાકુના વ્યસન મુક્તિ ના બેનર સાથે દોડ લગાવી
હતી. જયારે એક યુવક આંખે પાટા બાંધી ને દોડ્યો હતો.આ સ્પર્ધા માં ૧૨ જેટલા વિદેશીઓ
એ પણ ભાગ લીધો હતો. હાફ મેરાથોન ના પ્રારંભે ૧૦ કિમી ના સ્પર્ધકો ને અને ત્યારબાદ
૨૧ કિમી ના સ્પર્ધકો ને રવાના કરવામાં આવ્યા હતા ત્યારબાદ ૫ કિમી અને ૩ કિમી ના
સ્પર્ધકો ને રવાના કરવામાં આવ્યા હતા.આખરે ૨૧ કિમી ના ૧ લાખ ના ઇનામ માટે કેનિયા
ના સ્પર્ધકે બાજી મારી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો