અમદાવાદ
એ.ટી.એસ ને માહિતી મળી હતી જેમાં આઈ.એસ.આઈ ના એજન્ટ તરીકે બે સગા ભાઈઓ કામ કરતા
હોય અને જેમાં અમદાવાદ એ.ટી.એસ દ્વારા રાજકોટ અને ભાવનગરમાં એક સાથે રેડ ક્લારી વસીમને
રાજકોટ માંથી નઈમ ને પ્રભુદાસતળાવ વિસ્તારમાં આવેલા તેના ફ્લેટ માંથી ઉઠાવી જઈ વધુ તપાસ હાથ ધરી
છે.આ બાબત ના સમાચાર લોકો ને મળતા લોકો ના ટોળા ત્યાં એકઠા થઇ ગયા હતા તેમજ પોલીસ
નો કાફલો પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો.
ભાવનગરના
પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આવેલા આફરીન બિલ્ડીંગ ના ૨૦૧ નંબર ના ફ્લેટમાં ગત મોડી
રાત્રીના સમયે અમદાવાદ એ.ટી.એસ ની ટીમ ત્રાટકી હતી અને આ ફ્લેટ માં રહેતા નઈમ આરીફભાઈ રામોડીયા નામના ઇસમ ને ઉઠાવી લઇ ગઈ
હતી.અમદાવાદ એ.ટી.એસ ને બાતમી મળી હતી કે ખતરનાક આતંકવાદી સંગઠન આઈ.એસ.આઈ સાથે
જોડાયેલા બે ભાઈઓ વસીમ અને નઈમ કે જે ચોટીલા ના ડુંગર ની રેકી
કરી અને તેને ઉડાડવા ની ફિરાક માં હોય અને જેની બાતમી એ.ટી.એસ ને મળી જતા રાજકોટ થી વસીમ ની ભાવનગરથી નઈમ ની અટકાયત કરવામાં આવી છે. આ સમાચાર વહેતા થતા આ બિલ્ડીંગ માં રહેતા અન્ય લોકો ના
શ્વાસ અદ્ધર થઇ ગયા હતા અને તેમને આજદિન સુધી આવી કોઈ ગંધ પણ ના હોવાનું જણાવ્યું
હતું.જયારે લોકો ના ટોળા પણ મોટી સંખ્યામાં ત્યાં એકઠા થઇ ગઈ હતા તેમજ પોલીસ નો
મોટો કાફલો પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે .જેમાં આ બનાવ અંગે ભાવનગર પોલીસ પાસે
કોઈ માહિતી ના હોવાનું જણાવ્યું હતું.
-જાહેરાત-
લગ્ન પ્રસંગે વિડીઓ શુટિંગ-ફોટોગ્રાફી માટેના કેમેરા ભાડે મળશે.
યોગી-ડીઝીટલ-૭૯૯૦૩૧૫૪૫૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો