BREAKING

પાલીતાણા ના દુધાળા ગામે મોબાઈલ પર જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

પાલીતાણા બ્યુરો.

મોબાઈલ એ જરૂરિયાત નો ચીજ બની ગઈ છે પરંતુ હાલની યુવા પેઢી આ મોબાઈલ નો દુરુપયોગ કરી રહી છે. મોબાઈલ પણ ઓનલાઇન ટીન પત્તિ જેવી ગેમ પર હવે પ્રતિબંધ મુકવો જરૂરી બન્યો છે, આવી ગેમો થકી યુવા વર્ગ જુગારના રવાડે ચડ્યો છે.

દુધાળા ગામે આવી રીતે મોબાઈલ પર જુગાર રમાડતી કલબો શરૂ થઇ હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, જો કે આ અંગે પોલીસ ને જાણ થતા પોલીસે દુધાળા ગામે રેડ કરતા દુધાળા ગામના હિતેશ શામજીભાઈ મિસ્ત્રી બહાર થી માણસો બોલાવી મોબાઈલ પર તીનપત્તિ નો જુગાર રમાડતા હોય પોલીસે હિતેશ મિસ્ત્રી, વિજય દામજીભાઈ મકવાણા , મહેન્દ્ર ગિરી ચીમનગીરી ગૌસ્વામી તેમજ ભાવેશ માનસુખભાઓ ડોડીયા ને ઝડપી લાઈ તેમની પાસેથી મોબાઈલ સહીત નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જો કે પ્રવીણ વાદરવાળો ફરાર થઇ ગયો હતો, પોલીસે આ તમામ સામે જુગારધારા હેઠક ફરિયાદ નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. 

જો કે આ તો વાત થઇ એક જ જુગારધામ ની પરંતુ હજુ આવી કેટલીય ક્લબો આ ગામમાં ચાલી રહી હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે ત્યારે મોબાઈલ દ્વારા આજનો યુવા વર્ગ જુગાર જેવી બદીઓ તરફ દોરાઈ રહ્યા છે તે ક્યારે અટકશે તે જોવાંનું રહ્યું.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો