BREAKING

ટ્રક ચાલકે લીધો વધુ એક નિર્દોષ નો લીધો ભોગ, યમ ના દૂત સમાન ફરી રહેલા ભારે વાહનો ક્યારે થશે બંધ,


દુખ ની વાત તો એ છે કે લોકો અકસ્માતમાં ભોગ બનેલ મહિલાની મદદ કરવાના બદલે મોબાઈલમાં ફોટો ખેચવામાં મશગુલ હતા.

ભાવનગર શહેરના નિલમબાગ વિસ્તારમાં આજે બપોરના સામ્ય બેફામ જઈ રહેલ એક ટ્રક ચાલકે અકસ્માત સર્જી અને ધો-૯ માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું મોત નીપજાવ્યું હતું તેની માતા ને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મમળેલ છે. જો કે આજના દિવસમાં ભાવનગર શહેર અને જીલ્લામાં બેફામ જઈ રહેલ વાહને બે ના ભોગ લીધા છે.

ભાવનગર શહેરના નિલમબાગ સર્કલ પાસે આજે બપોરના સમયે બેફામ જઈ રહેલ ટ્રક ચાલકે આજે સ્કુટર પર જઈ રહેલ એક યુવક અને તેની માતા ને અડફેટે લેતા યુવક નું માથું ફાટી જવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે માતાને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે ભાવનગર ની સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેની હાલત ગંભીર હોવાનું ડોકટરો જણાવી રહ્યા છે, મૃતક ધો-૯ માં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળેલ અને તેની નામ સાહિલ હિતેશભાઈ લુંમ્ભાની તેમજ ઈજા પામનાર તેના માતા બિંદીયાબેન હિતેશભાઈ લુંમ્ભાની હોવાનું જાણવા મળેલ છે માતા તેના બાળક ને શાળાએ થી ઘેર તરફ લઈને જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર શિવાયના મોટાભાગના મહાનગરો માં સવારના આંઠ થી સાંજના આંઠ સુધી મોટા ભારે વાહનો ને પ્રતિબંધ છે ત્યારે ભાવનગર માં દિવસે પણ આવા વાહનો બેફામ દોડી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આવા વાહનો પર લગામ કેમ લગાવવામાં આવતી નથી તે એક મોટો સવાલ છે. તેમજ આ વિસ્તારમાં ચાર જેટલી શાળાઓ આવી છે ત્યારે આવા વિસ્તારોમાં બાળકો ની અવરજવર સતત ચાલુ રહેતી હોય છે ત્યારે આવા બેફામ વાહનો અહી દોડી રહ્યા છે તે તાકીદે બંધ થવા જોઈએ તેવો લોકોની માંગ ઉઠી છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો