BREAKING

ભાવનગર ના કુંભારવાડા ખાર વિસ્તાર માંથી કોહવાયેલી શકાસ્પદ હાલત માં લાશ મળી.



ભાવનગર શહેર અને જીલ્લામાં ગુનાહિત પ્રવૃતિનો ગ્રાફ જે પ્રમાણે વધી રહ્યો છે તે જોતા હવે આમ જનતા ને જીવવું મુશ્કેલ થઈ પડ્યું છે, હજુ બે દિવસ પહેલા જ એક મુસ્લિમ યુવક ની ઘાતકી હથિયારો વડે કરપીણ હત્યા નો બનાવ બન્યો હતો જ્યારે આજે એક કોહવાયેલી લાશ શંકાસ્પદ હાલત માં મળી આવતા ચકચાર મચી ગઈ છે..

ભાવનગરના કુંભારવાડા સમશાનની બાજુમાં આવેલ ખાર વિસ્તારમાં આજે સાંજના સમયે કોઈ અજાણ્યા પુરુષની લાશ પડી હોવાની જાણ પોલીસને થતા પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સાથેનો કાફલો ઘટના સ્થળે પહોચી જઈ તપાસ આરંભતા ૫ થી ૭ દિવસ જૂની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી, ખાર વિસ્તારમાં આવેલ ખુબ દુર અવાવરું જગ્યામાં આ લાશ પડી હતી જેન કારણે કોઈના ધ્યાનમાં આવેલ નહી પરંતુ આજે સ્થાનિકોને જાણ થતા જ તેઓ દ્વારા પોલીસને જાણ  કરવામાં આવીઓ હતી અને પોલીસે ઘટના સ્થળે જઈને લાશ નો કબજો મેળવી લાશ ને પીએમ માટે મોકલી આપવામાં આવી હતી, જો કે આ લાશ આટલે દુર અવાવરું જગ્યામાં મળી હોય અને જે રીતે લાશ મળી તે જોતા પ્રાથમિક તબ્બકે હત્યા કરી લાશ ને અહી ફેકી ગયા હોવાનું અનુમાન લાગવવામાં આવી રહ્યું છે અને તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

-જાહેરાત-
ટ્રાવેરાવિસ્ટા મીની બસ ભાડે મેળવવા માટે સંપર્ક કરો-
યોગી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ
મો-૭૯૯૦૩૧૫૪૫૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો