BREAKING

અમરેલી ના ગીગાસણ ગામે ઝુપડાંમાં આગ લાગતા ત્રણ બાળકોના બળી જવાથી મોત

અમરેલી.બ્યુરો

અમરેલી જિલ્લા ના ધારી તાલુકાના ગીગાસણ ગામની સીમમાં ખેતરમાં ઝુંપડુ બાંધી અને ત્યાં જ કામ કરતા એક પરિવાર માં  ગઇ કાલે રાત્રીના સમયે ઝુંપડામાં ચુલો સળગાવી અને રસોઇ કરેલ હતી અને બાદમાં ભોજન કર્યા બાદ આ ઝુંપડામાં રહેતા અતુલભાઇ તથા તેમના પત્નિ બાળકોને સુવડાવી દઇ અને ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા.
ગઇકાલે મોડી રાત્રીના સમયે આ ઝુંપડામાં ચુલાના અગ્નિના કારણે આગ લાગી જતા ઝુંપડામાં સુતેલ સુનીતા અતુલભાઇ (ઉ.વ.૬) દયાબેન અતુલભાઇ  (ઉ.વ.૪) તથા શૈલેષ અતુલભાઇ (ઉ.વ.ર) સળગી જતા ત્રણેયના કમકમાટીભર્યા મોત નિપજયાનું જાણવા મળેલ છે. આમ એક જ પરીવારના ત્રણ-ત્રણ બાળકો આગમાં બળી જતા ભારે અરેરાટી ફેલાઇ જવા પામી છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો