BREAKING

સિહોર તાલુકાકક્ષાના 'સેવા સેતુ' કાર્યક્રમ નું ઘાંઘળી ગામેથી આજથી પ્રારંભ..

રિપોર્ટ બાય -સલીમ બરફવાળા

દર આઠ દસ દિવસે તાલુકામાં ૮ થી ૧૦ ગામો વચ્ચે એક ગામ કેમ્પ ગોઠવી સ્થળ ઉપર જ રજુઆતોનો નિકાલ કરાશે ' ડે કલેકટર સૈયદ..

ડે કલેકટર ખુબજ વ્યસ્ત હોવાથી હોવા છતાં ગ્રામ્ય પંથકના તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહે છે અને છેવાડાના ગ્રામ્ય પંથકના લોકો સાથે જે આત્મીયતા દર્શાવે છે તે નોંધનિય છે ડે કલેકટર આવાજ હોવા જોઈએ ગ્રામ્ય પંથકના લોકોનો એક સુર..

- રાજયના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં  આવી છે જે આવકારવા દાયક પગલું છે જેના ભાગરૂપે આજે સિહોર તાલુકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનો આજથી પ્રારંભ થયો છે જેમાં વ્યકતિલક્ષી રજુઆતોના નિકાલ માટે,પ્રાંત અધિકારી સૈયદની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં  મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વન અધિકારી,  પી.એસ.આઇ., વિસ્તરણ અધિકારી, બાગાયત અધિકારી, વેટરનરી અધિકારી, પુરવઠા નિરીક્ષક, સમાજક્લ્યાણ અધિકારી, કેળવણી નિરીક્ષક, મુખ્ય સેવિકા, ગ્રામ સેવક સહીત હાજર હતા તાલુકાનો પ્રથમ  આજે ૮ થી ૧૦ ગામો વચ્ચે  ઘાંઘળી ગામની સ્કુલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજુબાજુ ના ગામોના હજાજરો લોકો એ ભાગ લીધો હતો અહીંયા સ્થળ ઉપર જ અનેક રજુઆતોનો નિકાલ કરાયો હતો સેવા સેતુ યોજનામાં આવક, જાતિ, ક્રિમીલેયર, ડોમીસાઇલ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગત અરજીઓ, આધાર કાર્ડ અને ચુંટણી કાર્ડમાં નામ નોંધાવવાની અરજીઓ, મા અમૃતમ યોજના તથા  વાત્સલય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઇસ્યુ કરવા, રાજય સરકારની કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતિ વિભાગની સ્કીમો હેઠળના વ્યક્તિલક્ષી લાભો માટેની અરજીઓ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજનાના લાભો, વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ, જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવાને લગતી અરજીઓ કરી હતી. જેમાં અનેક અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો અહીંયા એ પણ નોંધિનિય છે કે કાર્યક્રમમાં રજુઆત અર્થેના પ્રશ્નો રજુ કરતી વખતે કોઇ અરજી ફી લેવામાં આવતી નથી..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો