રિપોર્ટ બાય સલીમ બરફવાલા
સિહોર ની જીઆઇડીસી-૨ નો બનાવ.
- જીઆઇડીસી-૨ માં આવેલી હાઈટેક કાસ્ટિંગ ફેકટરીમાં વિકરાળ આગ ભભૂકી.
- કર્મચારીઓ માં નાસભાગ મચી.
- દુર દુર સુધી આ આગની જ્વાળા અને ધુમાડા નજરે પડતા હતા .
- મીડિયા ને કવરેજ થી દુર રાખવામાં આવ્યા .
- કઈક ફેકટરીના કર્મચારીઓ છુપાવતા હોય તેવી ચર્ચા એ જોર પકડ્યું.
- આગ લાગવાનું કારણ-નુંકશાની અને જાનહાની અંગે કોઈ વિગત બહાર નથી આવી.
- સિહોર ની જીઆઇડીસી-૨ માં આવેલી હાઈટેક કાસ્ટિંગ ફેક્ટરી માં આજે બપોરે અગમ્ય કારણોસર વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી.આ બનાવ ના પગલે ત્યાં કામ કરતા લોકો માં નાસભાગ મચી જવા પામી હતી.આ બનાવ ની જાણ ફાયર વિભાગ ને કરવામાં આવતા ફાયર પણ ત્યાં દોડી ગયું હતું અને આગ પર કાબુ મેળવવા માટે પાણી નો છંટકાવ કર્યો હતો.આ આગ ના બનાવ ને લઇ ને ફેકટરીના કર્મચારીઓએ મીડિયા ને દુર રાખવાનો પ્રયાસ કર્યો હતો જેથી આ મામલે કઈક અલગ બનાવ બન્યો હોય તેવું લોકો માં ચર્ચાય રહ્યું છે .
- સિહોર ની જીઆઇડીસી-૨ માં આવેલી હાઇટેક કાસ્ટિંગ ફેક્ટરી માં આજે બપોરે ૧ વાગ્યા ની આસપાસ ના સમય ગાળા માં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી.આ ઓચિંતા ની આગ ભભૂકી ઉઠતા ત્યાં ફેક્ટરી માં કામ કરતા લોકો માં નાસભાગ મચી હતી અને ભાગો ભાગો ની બુમ સાથે લોકો સુરક્ષિત સ્થળ પણ દોડી ગયા હતા.જયારે આ બનાવ ની જાણ ફાયર વિભાગ ને કરવામાં આવતા સિહોર નું ફાયર ત્યાં દોડી ગયું હતું અને પાણી નો મારો ચલાવી ને આગ પર કાબુ મેળવવા ના પ્રયાસો હાથ ધર્યા હતા .પ્રાથમિક તબક્કે થોડી વાર માટે આગ પર કાબુ મેળવાય ગયા બાદ ફરી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને જેની જ્વાળા અને ધુમાડા દુર દુર થી નજરે પડતા હતા .આ આગ ના બનાવ ને કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મીઓ ને ગેટ બહાર રોકી દેવામાં આવ્યા હતા .જેથી આ બનાવમાં કઈક અજુગતું બન્યું હોય તેવું લોકો કહી રહ્યા છે .આ આગ લાગી છે કે લગાડવામાં આવી છે અને જો લાગી છે તો જે જગ્યા પર આગ લાગી હતી ત્યાં કોઈ એવી વસ્તુ કે પદાર્થ હશે જેને લઈને આ ફેક્ટરીના કર્મચારીઓ કઈક છુપાવવા માંગતા હોય તેમ જણાઈ આવતું હતું.જો કે આખરે આ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ આ આગ માં થયેલું નુકશાન-કયા કારણોસર લાગી આગ અને આગ માં કોઈ જાનહાની થઇ છે કે કેમ તેની કોઈ વિગત હજુ બહાર નથી આવી ત્યારે આ બનાવ માં તપાસ બાદ જ બહાર આવશે કે આગ પાછળ નું સાચું રહસ્ય શું છે..?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો