ભાવનગર
પૂર્વ ના ધારાસભ્ય અને સંસદીય સચિવ વિભાવરીબેન દવે દ્વારા નવા વર્ષ ના પ્રારંભે ખાસ
સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઈ
ઝડફિયા-મહેન્દ્દ્ર ત્રિવેદી-સાંસદ ભારતીબેન શિયાળ સહીત ના ભાજપ ના નેતાઓ તેમજ
વિશાલ સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા .જયારે આ સ્નેહ મિલન સાથે સાથે આગામી
૨૦૧૭ ની ચુંટણી ની તૈયારી નું પણ હોય તેવું પણ જણાઈ આવતું હતું.
નવવર્ષ
ના પ્રારંભે ભાવનગર પૂર્વ ના ધારાસભ્ય અને
સંસદીય સચિવ વિભાવરીબેન દવે દ્વારા શિવશક્તિ હોલ ખાતે ખાસ સ્નેહમિલન નું આયોજન કરવામાં
આવ્યું હતું.આ સ્નેહ મિલન માં પૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઈ ઝડફિયા-મહેન્દ્દ્ર
ત્રિવેદી-સાંસદ ભારતીબેન શિયાળ-શહેર ભાજપ પ્રમુખ સહીત ના નેતાઓ તેમજ મોટી
સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ માજી સૈનિકો હાજર રહ્યા હતા .જેમાં ઉપસ્થિત મહાનુભાવો
દ્વારા પોતાના વક્તવ્ય માં લોકો ને નવ વર્ષ ની શુભકામનાઓ પાઠવી હતી તેમજ સરકાર ની
સિદ્ધિઓ-યોજનાઓ-અંગે ની વાતો કરી હતી.થોડા દિવસો પહેલા પાકિસ્તાન પર ભારતે જે
સર્જીકલ સ્ટ્રાઈક કરી જેનાથી લોકો નો ભાજપ પર ના વિશ્વાસ માં વધારો થયો છે ત્યારે
જીલ્લા ના માજી સૈનિકો નું પણ આ તકે ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.ઉપરાંત ૭
જેટલી અગ્રણી સામાજિક સંસ્થાઓ ના પ્રતિનિધિઓ નું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું
હતું.આ સ્નેહમિલન ના કાર્યકર્તાઓ તેમજ સ્નેહીઓ મોટી સંખ્યામાં હાજર રહેતા હોલ
ચિક્કાર ભરાઈ ગયો હતો .
આ સ્નેહમિલનનો કાર્યક્રમ વર્ષ ૨૦૧૭ માં આવનારી ચુંટણી ની
પૂર્વ તૈયારી નો પણ હોય તેવું લાગી આવ્યું હતું.જેમાં કાર્યકર્તાઓ ને તાકીદે
ચુંટણી ના કામો માં લાગી જવા તેમજ લોકો સુધી કેન્દ્ર અને રાજ્યસરકાર ની યોજના
પહોચે અને જે કામો થયા છે તેની પણ સાચી માહિતી લોકો ને મળે તે બાબતે કામે લાગી જવા
જણાવ્યું હતું.રિપોર્ટ બાય પરેશ શાહ-નિવાસી તંત્રી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો