BREAKING

ભાવનગર માં હોસ્પિટલો કરી રહી છે ફાયરના નિયમોની ઐસીતૈસી



ભુવનેશ્વરની હોસ્પિટલમાં આઈ.સી.યુ.માં આગ લાગવાની ઘટનાના પગલે 30 લોકોના મોત નીપજ્યા બાદ આઈ.સી.યુ. ધરાવતી હોસ્પિટલોને ફાયર સેફ્ટીના પ્રશ્ન ઉભા થયા છે. ભાવનગરમાં નર્સીંગ હોમ, પ્રસુતિ ગૃહો સહિત વધારે બેડ ધરાવતી 25થી વધુ હોસ્પિટલો ચાલે છે. પરંતુ બે કોર્પોરેટ હોસ્પિટલ સિવાય કોઈ હોસ્પિટલે ફાયર બ્રિગેડ પાસેથી એન.ઓ.સી. લીધા નથી, આટલુજ નહિ પરંતુ ભાવનગર ની સૌથી મોટી એવી સિવિલ સર ટી હોસ્પિટલમાં પણ ફાયરના અપૂરતા સાધનોના કારને ફાયર નું એનઓસી નથી ત્યારે રોજ હજારો દર્દીઓ અહી જીવના જોખમે સારવાર લઈ રહ્યા છે.

ફાયર સેફ્ટી માટે ભાવનગર એકદમ નબળુ પુરવાર થયું છે. તંત્રની બેદરકારીને કારણે નિયમાનુસાર જે મિલ્કતો, હોસ્પિટલો કે અન્ય કોઈ જગ્યાએ ફાયર સેફ્ટીની આવશ્યકતા છે તેમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી. તાજેતરમાં ભુવનેશ્વર હોસ્પિટલમાં આગ લાગતા 30 લોકો ભુંજાયા હતા. જેને લઈને અન્ય શહેરો માં 20 બેડ સુધીની હોસ્પિટલો તથા આઈ.સી.યુ. ધરાવતી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી પ્લાનના અમલીકરણ માટે દોડધામ શરૂ કરી થઈ છે, પરંતુ ભાવનગરમાં તો હજુ પણ પરિસ્થિતિ ગંભીર છે. ભાવનગરની બે કોર્પોરેટ હોસ્પિટલ સિવાય કોઈ હોસ્પિટલે ફાયર બ્રિગેડમાંથી એન.ઓ.સી. લીધા નથી ફાયર સેફ્ટી બાબતે હોસ્પિટલો તો બેદરકાર છે પરંતુ ફાયર બ્રિગેડ વિભાગ પણ એટલું જવાબદાર છે. ફાયર બ્રિગેડ ફાયર સેફ્ટીની સુવિધા નહીં હોવા બાબતે હોસ્પિટલોને માત્ર નોટિસ આપવા સિવાય કોઈ કડક પગલા ભરતા નથી. જેથી હોસ્પિટલોમાં મોટી દૂર્ઘટના ઘટવાની ભીતિ છે. આટલુજ નહિ ભાવનગર ની સૌથી મોટી અને સરકારી હોસ્પિટલ સર.ટી હોસ્પીટલમાં પણ ફાયરના અપૂરતા સાધનો હોવાના કારણે ફાયર નું એનઓસી નથી.  તે અંગે સાંભળીયે ફાયર ઓફિસર શું કહી રહ્યા છે.

સર.ટી હોસ્પીટલમાં રોજ ભાવનગર, અમરેલી, બોટાદ તેમજ સુરેન્દ્રનગર જીલ્લા માંથી મોટી સંખ્યામાં લોકો સારવાર લેવા માટે આવતા હોય છે. આહી મોટી અહી અલગ અલગ વિભાગો વિશાલ જગ્યામાં પથરાયેલા છે, અહી બહુમાળી ઈમારતો પણ છે, પરંતુ અહી ફાયરના અપૂરતા સાધનો જોવા મળી રહ્યા છે. જે પ્રમાણે હોસ્પિટલમાં ફાયરના સાધનો હોવા જોઈએ તે પ્રમાણે અહી પૂરતા ફાયરના સાધનો નથી, પાંચમાં કે સાતમાં માળે જ્યારે આગ લાગી હોય ત્યારે ભાવનગર નું ફાયર ત્યાં પહોચી શકે તેવા હાઇડ્રોલીક સાધનો પણ ફાયર પાસે નથી, આવા સંજોગોમાં ઉપરના માળે ફાયરની પુરતી સગવડતા હોવી જોઈએ જે નથી,

હજુ હમણા હમણાં જ બાળકોના વોર્ડમાં, આરએમઓ ઓફિસમાં તેમજ એક્ષરે રૂમમાં આગ ની ઘટનાઓ બની ચુકી છે, જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ના હતી પરંતુ તે શક્યતાને નકારી પણ શકાય.આમ અપૂરતા સાધનોના કારણે ફાયર દ્વારા સર.ટી હોસ્પિટલને ફાયર એનઓસી મળેલ નથી. જો આ અંગે હોસ્પીટલના મેડીકલ અધિક્ષક શું કહે છે.

જો કે ફાયર સેફ્ટીનું NOC લેવાની હોસ્પિટલોને ગંભીરતા નથી. કારણ કે NOC નહીં લેતી હોસ્પિટલોને ફાયર બ્રિગેડ માત્ર નોટિસો આપે છે જેને હોસ્પિટલના સંચાલકો ગણકારતા નથી. જેથી NOC નહીં લેતી હોસ્પિટલો સામે કોર્પોરેશનના વોટર વર્કસ, ડ્રેનેજ, ટેક્ષ સહિતના ડીપાર્ટમેન્ટ તરફથી મળતી સુવિધા પણ બંધ કરવામાં આવે તો હોસ્પિટલોને ફાયરસેફ્ટીની ગંભીરતા સમજી શકે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો