BREAKING

આવતીકાલે સિહોર ભાજપ દ્વારા સ્નેહમિલન નું આયોજન

રિપોર્ટ બાય- સલીમ બરફવાલા

સિહોર..
આવતીકાલે ચોક્કસ મળીએ ' સિહોર શહેર તાલુકા ભાજપ દ્વારા જીતુ વાઘાણી નો હાજરીમાં સ્નેહ મિલન ની  જબરદસ્ત આયોજન ' તડામાર તૈયારીઓ..

-જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતથી માં તાલુકા ભાજપનો નૂતન વર્ષનું સ્નેહમિલન અને શબવાહીનીનું લોકાર્પણ...

પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાંણીના અધ્યક્ષસ્થાને યોજાનારા કાર્યક્રમમાં પરષોત્તમભાઈ સોલંકી' ભારતીબેન શિયાળ' મહેન્દ્રસિહ સરવૈયા સહીતના ઉપસ્થિત રહેશે..

સિહોર શહેર અને તાલુકા ભાજપ દ્વારા આવતીકાલે ૭ નવેમ્બરેને સોમવારે રોજ સાંજે ૫-૩૦ કલાકે શિવમસીટી આશાપુરા હોટલ સામે દ્રિવીધ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં શહેર અને તાલુકા ભાજપની ટિમ તડામાર તૈયારીમાં વ્યસ્ત થઇ છે ત્યારે આવતીકાલે માહોલ ભાજપમય બનશે આવતીકાલે સોમવારે સાંજના ૫/૩૦ કલાકે યોજનાર પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અધ્યક્ષસ્થાને યોજનાર આ કાર્યક્રમમાં શહેર અને તાલુકા ભાજપમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે આવતીકાલે ૭ નવેમ્બરે સાંજના ૫/૩૦ કલાકે સિહોર ખાતે આવેલ શિવમ સીટી ખાતે સિહોર શહેર તાલુકા ભાજપ દ્વારા દ્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતમાં નૂતન વર્ષમાં નવા સંકલ્પો સાથેનો એક સ્નેહમિલન સમારોહ યોજાશે જયારે જીતુભાઈ વાઘાણીને હસ્તે શબવાહીની નું લોકાર્પણ કરવામાં આવશે જેમાં વિશેષમાં મંત્રી અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરષોત્તમ ભાઈ સોલંકી' ભાવનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ મહેન્દ્રસિહ સરવૈયા' સાંસદ સભ્ય ભાવનગર શ્રીમતી ડો ભારતીબેન શિયાળ સહીતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે ત્યારે આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણી આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહશે....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો