બિહારી ઓનું આસ્થા અને શ્રદ્ધાનું મહાપર્વ છઠ પૂજા ,આ છઠ સૂર્યની પૂજા માટે બહુ જ પ્રસિદ્ધ છે. આપણા ધર્મગ્રંથોમાં સૂર્યદેવનું એક વિશિષ્ટ સ્થાન છે. છઠપૂજા વર્ષમાં બે વખત ઊજવવામાં આવે છે, જેમાં સૌથી વધુ મહત્ત્વ કારતક માસની છઠનું હોય છે.આ વ્રત માટે આજે ભાવનગર ના ગૌરીશંકર તળાવે આજે મોટી સંખ્યા માં બિહારીઓ ઉમટી પડ્યા હતા.
આ વ્રત સંતાનપ્રાપ્તિ અને સંતાનની રક્ષા માટે ભગવાન સૂર્યની પૂજા, અર્ચના કરીને કરવામાં આવે છે.આ છઠ પૂજા પાછળ ઘણી કથાઓ પસિદ્ધ છે જેમાં આ વ્રત મહાભારત માં કુંતીએ સૂર્ય ની પૂજા કરી ને કરી હતી.જેના ફળ સ્વરૂપ કારણ નો જન્મ થયો હતો. એવી માન્યતા પણ છે કે છઠમાતા ભગવાન સૂર્યની બહેન છે. તેમને પ્રસન્ન કરવા માટે ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવે છે. સૂર્ય ભગવાનની શક્તિનો મુખ્ય સ્ત્રોત તેમની પત્ની ઉષા અને પ્રત્યૂષા છે. આ છઠપૂજામાં આ બંને શક્તિઓની એકસાથે પૂજા કરવામાં આવે છે.
આ વ્રત સ્ત્રીઓ અને પુરુષો કરે છે.ખાસ કરીને દેશભર માં વસતા બિહારીઓ આ વ્રત કરતા હોય છે. આ વ્રત ચાર દિવસ સુધી કરવામાં આવે છે. જેમાં નકોરડો ઉપવાસ પણ રાખવામાં આવે છે. વ્રત કરનાર વ્યક્તિને છઠવ્રતી કહેવામાં આવે છે. છઠવ્રતી માટે બનાવેલા રૂમમાં જમીન ઉપર માત્ર એક ચાદર ઉપર સૂવાનું હોય છે. તેમજ છઠવ્રતી દ્વારા વ્રતમાં એવાં કપડાં પહેરવામાં આવે છે જેમાં કોઈ પણ જાતની સિલાઈ અથવા સોયનું કામ કરવામાં ન આવ્યું હોય. મહિલાઓ વ્રત દરમિયાન સાડી અને પુરુષ ધોતી પહેરી પૂજા કરતાં હોય છે.આજે આ પૂજા ના ભાગ રૂપે ભાવનગર ના ગૌરીશંકર તાલાવે મોટી સંખ્યા માં બિહારી લોકો ઉમટી પડ્યા હતા,આવતીકાલે વહેલી સવરે પણ અહી પૂજા અને આરતી કરવામાં આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો