BREAKING

સિહોર સંપ્રદાઈ ઔદિચ્ય અગ્યારસે બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ત્રિવીધ જબરદસ્ત સમારોહ યોજાઈ ગયો...

સલીમ બરફવાલા- સિહોર

             સિહોર સંપ્રદાઈ ઔદિચ્ય અગ્યારસે બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ત્રિવીધ જબરદસ્ત સમારોહ આજે રાત્રીના સિહોર ટાઉન હોલ ખાતે યોજાઈ ગયો નૂતન વર્ષના નવા સંકલપ સાથે એક સમાજનો નહિ એક પરીવારનો ત્રિવિધ સમારોહ યોજાઈ ગયો એ કહેવું અતિશયોક્તિ નથી કારણકે ૫ વર્ષના બાળકથી લઈને ૧૦૦ વર્ષના વયોવૃદ્ધ માત્ર પરિવાર જેમ હળવા મળવાનો કોઈ આછકલાઈ નહિ કોઈ મોટાઈ નહિ કોઈ ધામધૂમ નહિ માત્ર પરિવારની જેમ હળવા મળવાનું અને ગયા વર્ષની જૂની વાતોનું સ્મરણ કરવાનો સંમેલન સમારોહ યોજાઈ ગયો સ્નેહમિલન ના ઉપક્રમેં વડીલોના સન્માન સમારોહ સાથે વોઇસ ઓફ રફીના અવાજમાં એક જબરદસ્ત કાર્યક્રમ યોજાયો એમાં પણ ખુબ જામી આ કાર્યક્રમમાં વોઇસ ઓફ રફી મુકેશ જાની અને દર્શનાબેન ત્રિવેદીના એક એક ગીત પર ઉપસ્થિત સૌ કોઈ એટલા સ્થિર થઇ ગયાકે ટાઉનહોલ માં ટાંચણી અવાજ આવેતો પણ સંભળાય એવો જબરદસ્ત માહોલ ઉભો કર્યો અને ખરેખર ખુબ જામી મુકેશજાની અને દર્શનાબેન ત્રિવેદીની' હમતો ચલે પરદેશ' લીખેજો ખત તુજે' બહારો ફુલ બરસવો' કલ ચમનથા આજ એક સહેરા હુવા' જિંદગીતો બેવફા હે એક દિન ઠુંકરાએગી' એ દુનીયા એ મહેફીલ મેરે કામકી નહિ' સહીતની એક એક રજૂઆત પર આખો ટાઉનહોલ તાળીયો ઓથી ગુંજતો રહ્યો ઉપસ્થિત સૌ કોઈ વાહવાહ બોલી ઉઠ્યા.....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો