દિવાળી નું પર્વ એટલે આંનદ ઉલ્લાસ નું પર્વ, પરંતુ અતિ ઉલ્લાસ માં ને આંનદ માં ક્યાંક દુઃખ માં ના ફેરવાઈ જાય તે પણ જરા વિચારવું જોઈએ....
જી વાત જાણે એમ છે કે હાલ દિવાળી ના તહેવાર માં સુરત , અમદાવાદ વસતા લોકો હાલ પોતાના વતનમાં આવ્યા હોય છે, દિવાળી ના વેકેશન નો માહોલ પણ છે ત્યારે હરવા, ફરવા કે દેશ માં આવ્યા છીયે તો સગા સબંધી ને ત્યાં મળી આવીએ જેવા વિચાર સાથે કાર કે બાઇક લઈને ઉત્સાહ માં નીકળી જતા હોય છે, પરંતુ હાલ જે રસ્તા પર ટ્રાફિક જામ ની સમસ્યા જોવા મળી છે તવાબને લઇ ને લોકોમાં ઉતાવળ વધી જાય છે અને થોડો ઘણો સમય બચાવવાના ચક્કર માં મોટા અકસ્માત ને નોતરે છે, રોડ પર તમે ભલે સારી રીતે બાઇક કે કાર ચલાવતા હોય પરંતુ બીજાની ઉતાવળ નો ભોગ તમે બની શકો છો, આમ હાલ જે પ્રમાણે હાઇવે પર અકસ્માત થાય રહ્યા છે ખુબજ કરૂણ ઘટના કહી શકાય , એક સાથે 9, 9 લોકોના રોડ અકસ્માત માં મોતનો ઘટના, કેટલાય પરિવારો નોંધારા બની ગુયા, કેટલાય બાળકોએ માતાપિતા ની છત્રછાયા ગુમાવી, કેટલીય પરણિતાઓ વિધવા બની, આ બધું શા ના કારણે, એક જરા અમથી ઉતાવળ ના કારણે! શા માટે કરવી જોઈએ આવી ખોટી ઉતાવળ, શું જિંદગી કરતા સમય વધુ કિંમતી છે,
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો