સલીમ બરફવાલા-સિહોર
સ્થાનિકો કહે છે છેલ્લા કેટલાક સમયથી આ જગ્યાનો વિવાદ ચાલે છે' અહીંયા કોઈએ રાતો રાત ચણવા માટે ખાડા ખોદયા' સવારમાં ખૂટ્યો ખાબક્યો' અને સેનિટેશન વિભાગ દોડી ગયું....
સ્થાનિકો કહે છે જગ્યા વિવાદિત છે' સાચું રામ જાણે..
સિહોરની જ્ઞાન ભારતી સ્કુલ સામે આજે સવારમાં ખોદેલા ખાડામાં ખુટયો ખાબક્યો અને સેનિટેશન વિભાગ દોડી ગયું સિહોરના જ્ઞાન ભારતી સ્કુલ સામે આવેલ જગ્યા છેલ્લા કેટલાક સમયથી વાદ વિવાદોમાં ચાલે છે અહીંયાના સ્થાનિકો કહે છે આ જગ્યા છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ચાલે છે અગાઉ પણ અહીંયા ગે.બાંધકામ થયું હતું અને નગર પાલિકા દ્વારા તોડી પડાયુ હતું અને જેતે સમયે વિવાદ વકર્યો હતો એજ જગ્યા પર ફરી ખાડા ખોદવાનું કામ શરુ થયું છે અને આજે સવારમાં એજ ખાડામાં ખુટયો ખાબક્તા સ્થાનિક અગ્રણીએ નગર પાલિકા સેનિટેશન વિભાગના આંનદ રાણાને ઘટનાની ટેલિફોનીક જાણ કરી સેનિટેશ વિભાગનો જેસીબી સાથે સ્ટાફ દોડી ગયો અને આ વિવાદિત ખાડા માંથી ખૂટ્યાને હેમખેમ બહાર કાઢ્યો હતો. ત્યારે આ જગ્યા વિવાદીત છે કે કેમ તે રામ જાણે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો