ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા થોડા દિવસોથી ભાવનગર શહેર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે મહાનગરપાલિકા દ્વારા માત્ર નાના નાના દબાણો દૂર કરવામાં આવે છે જ્યારે મસમોટા ખડકાયેલા દબાણો મહાનગરપાલિકાના ધ્યાને આવતા જ હોય તેવું લાગી રહ્યું છે. આજે ભાવનગર મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગ દબાણ હટાવ સેલ દ્વારા શહેરના નિર્મળનગર વિસ્તારમાં થી લારી-ગલ્લા બાંકડાઓ સહિતના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે લારી-ગલ્લા રાખી અને વેપાર ધંધો કરી રોજીરોટી મેળવી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા નાના માણસોના દબાણ દૂર કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક લારી ધારકોમાં કચવાટ જોવા મળ્યો હતો.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો