BREAKING

સરકારનો આદેશ છતાં પણ ભાવનગરમાં કેટલીક શાળાઓમાં શાળાએથી પુસ્તકો સ્ટેશનરી ખરીદવા દબાણ


તાજેતરમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે કોઈ પણ ખાનગી શાળાઓ તેમની શાળામાંથી પુસ્તકો કે સ્ટેશનરી ખરીદવા માટે કોઈ વિદ્યાર્થી કે વાલીને દબાણ કરી શકશે નહીં અને જો આવું કરશે તો તેમને દંડ પણ કરવામાં આવશે. આમ છતાં પણ ભાવનગરમાં કેટલીક ખાનગી શાળાઓમાં શાળાએથી પુસ્તકો આપવામાં આવતા હોવાની રાવ ઉઠી હતી, તેના પગલે આજે ભાવનગર સ્ટેશનરી એસોસિયન ના આગેવાન કાળુભાઈ જાંબુચા અને તેમની ટીમ દ્વારા કેટલીક શાળાઓમાં ચેકિંગ કર્યું હતું, જે દરમિયાન કેટલીક ખાનગી શાળાઓમાં શાળાએથી પુસ્તકો વિતરણ કરતા હોવાનું સામે આવ્યું હતું. જોકે શાળા સંચાલકો દ્વારા લૂલો બચાવ કરતાં જણાવ્યું હતું કે બજાર કિંમત કરતા પણ ઓછી કિંમતે નવનીતો આપવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારના પાઠ્ય પુસ્તકોનું વિતરણ કરવામાં આવતું નથી. વિદ્યાર્થીઓ અને વાલીઓને કિંમતમાં લાભ થાય તે માટે શાળાએથી વિતરણ કરવામાં આવે છે. જોકે આ બાબતે પુસ્તકો લઇને જઇ રહેલા વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમની પાસેથી રકમ લઇ તેમને પુસ્તકો આપવામાં આવ્યા છે પરંતુ તેમને કોઈપણ પ્રકારની પહોંચ આપવામાં આવતી નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો