BREAKING

રથયાત્રા સંદર્ભે જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ


આગામી ૧લી જુલાઈ ના રોજ અષાઢી બીજના દિવસે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાતી હોય છે, ત્યારે રથયાત્રાને લઈને ભાવનગર કલેકટર કચેરી ખાતે કલેકટર યોગેશ નિર્ગુડેની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ અને રથયાત્રાના આયોજકોની બેઠક યોજાઇ હતી. કલેકટર દ્વારા રથયાત્રા સંદર્ભે સબંધિત વિભાગના અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી હતી, તેમજ તેમને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ જળવાય તે માટે આ બેઠક યોજવા આવી હતી. આ બેઠકમાં રથયાત્રાના આયોજક અને રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયા તેમજ ભાવનગર કલેકટર યોગેશ નિર્ગુડે ભાવનગરના એસપી ડો.પટેલ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો