તાજેતરમાં જ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સાથે સંકળાયેલી સેલ્ફ ફાઈનાન્સ કોલેજો દ્વારા ૧૫ ટકા ફી વધારો કરવામાં આવ્યો છે અને જે અંગેની વિશેની બેઠકમાં મંજૂરી અપાઇ હોય તેમ જ યુનિવર્સિટી દ્વારા ટેન્ડર પ્રક્રિયા પણ નિષ્પક્ષ રીતે થતી ન હોવાના આક્ષેપ સાથે યુદ્ધ કોંગ્રેસ દ્વારા આજે યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આજે ભાવનગર શહેર યુથ કોંગ્રેસ તેમના તેમજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નામ સાથે સંકળાયેલી આ યુનિવર્સિટીમાં ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. ખરેખર જે લોકોને ટેન્ડર મળવા જોઇએ તેમને મળતા નથી અને લાગતા વળગતાને ટેન્ડર આપી દેવામાં આવે છે, ત્યારે આ ટેન્ડર પ્રક્રિયા નિષ્પક્ષ રીતે થવી જોઈએ તેમજ ઇસી માં સેલ્ફ ફાઇનાન્સ ના મેમ્બરો વધુ હોવાના કારણે સેલ્ફ ફાઈનાન્સ અને ફાયદો થાય તેવા નિર્ણયો ઇસીમાં લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ ૧૫ ટકા ફી વધારાનો જ નિર્ણય લેવામાં આવ્યો છે તે વિદ્યાર્થીઓના હિતમાં નહીં પરંતુ સેલ્ફ ફાયનાન્સ કોલેજના સંચાલકોને ફાયદો થાય તે પ્રમાણે લેવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણયને રદ્દ કરવું જોઈએ અને નિષ્પક્ષ રીતે ટેન્ડર પ્રક્રિયા કરવી જોઇએ તેવી માંગ સાથે આજે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો