ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિવસની કેક કાપી અને ઉજવણી કરવામાં આવી.
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ હોય જેને લઇને ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટી દ્વારા ભાવનગર શહેરના જશોનાથ સર્કલ ખાતે વિવિધ કાર્યક્રમો કરી તેમજ કેક કાપી અને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો દ્વારા જશોનાથ સર્કલ ખાતે કેક કાપવામાં આવી હતી અને આ કેક ઝુંપડપટ્ટી વિસ્તારનાં ગરીબ બાળકોને વિતરણ કરવામાં આવી હતી, તેમજ ગરીબ બાળકોને મિઠાઈ ફરસાણ નું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ અધ્યક્ષ પ્રકાશ વાઘાણી સહિતના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો