BREAKING

માનવસેવા ગ્રૂપ વલ્લભીપુર દ્વારા ૧૬ મો ફ્રી નેત્ર નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું.

વલ્લભીપુર પાટીવાડા વિસ્તાર માં આવેલ વાઘા સ્વામી મહારાજ ની જગ્યા મા  સિહોર મોઘીબા જગ્યા ના મહંત પરમપૂજ્ય જીનારામ બાપુ ના આશીર્વાદ સાથે ઉપસ્થિત રહી . 

દર્દી નારાયણ ના સ્વાસ્થય સારું રહે એવા આશિષ આપ્યા હતા . જેમાં ભાજપ અગ્રણી દિલીપભાઈ શેટા તેમજ વલ્લભભાઈ કામબડ નગરપાલિકા ના પ્રમુખ તેમજ વલ્લભીપુર શહેર ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. માનવ સેવા ગ્રૂપ વલ્લભીપુર ના સદસ્ય 
રાજેન્દ્રસિંહ ગોહિલે બ્લડ ડોનેશન ના ફાયદા અને લોકો ને જરૂર પડે તો બ્લડ કઇ રીતે મળી રહે તે માટે માર્ગદર્શન આપ્યું. વલ્લભીપુર તાલુકા ના વરિષ્ઠ પત્રકાર શ્રી હેમંતભાઈ ડાભી દ્વારા બ્લડ ડોનેટ
કરવા માં આવ્યું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો