આમ આદમી પાર્ટીના તળાજા તાલુકા પ્રમુખ હિતેશભાઈ કુકડીયા ની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરોની ઉપસ્થિતિમાં પેપર લીંક મુદ્દે ન્યાયની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લી હેડ ક્લાર્ક ની ભરતી માં જે પરીક્ષા પહેલા પેપર લીક થયેલ તે બાબતમાં વિદ્યાર્થીઓના હિતમાં ન્યાય અપાવો પેપર લીક થવાથી વિદ્યાર્થીઓના ઉપર ખરાબ અસર થાય છે .
લગભગ ૮૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અંધારામાં ધકેલાઇ ગયું છે વધુમાં તેઓએ ઉમેર્યું હતુ કે આવું છેલ્લા પાંચ વર્ષથી નિરંતર થતું આવે છે આ બાબતની નોંધ લેવા આમ આદમી પાર્ટીએ વિવિધ મુદ્દાઓ જેવા કે મુખ્ય પરીક્ષા સચિવ શિત વોરા ને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે તેમજ જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવા ના હતા તેમને વળતર આપવામાં આવે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તથા આગેવાનો ઉપર જે ખોટા કેસ કરવામાં આવ્યા છે તે પરત લેવા અને આગેવાનોને જેલમુક્ત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો