BREAKING

રોડ પર રોઝ આડુ આવતા બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત


સાયલા તાલુકાના પીપળીયા ગામનો બનાવ મહિલાને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ આદરી સુરેન્દ્રનગર : સાયલા તાલુકાના પીપળીયા ગામ પાસે પુરપાટ ઝડપે જતા બાઈક આડે રોઝડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયુ હતું જેમા બાઈક ચાલકનું ગંભીર ઈજાથી મોત નિપજેલ હોવાનું જાણવા મળે છે.

જામગઢ ગામે રહેતો વિપુલભાઈ ભગવાનભાઈ સોલંકી નામનો યુવાન તેમના બેન કંચનબેનને લઈને બાઈક ઉપર પેરેલીસીસની દવા લેવા પીપળીયા ગામે જવા નીકળ્યા હતા ત્યારે પીપળીયા ગામ પાસે રસ્તામા રોઝ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયુ હતુ રોડ ઉપર પટકાયેલા વિપુલભાઈનુ માથામાં ગંભીર ઈજાથી મોત નિપજેલ હતુ જ્યારે કંચનાબેનને પણ માથામા અને શરીરે ઈજાઓ થયાનુ જાણવા મળે છે.

આ બનાવ અંગે મરનારના મોટાભાઈ રણછોડભાઈ ભગવાનભાઈએ ધજાળા પોલીસમાં ફરીયાદ નોંધાવતા ગુનો નોંધીને તપાસ હાથ ધરવામા આવેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો