BREAKING

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ચોરી લૂંટફાટના બનાવો વધી રહ્યા છે,

અમદાવાદ,શુક્રવાર

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ચોરી લૂંટફાટના બનાવો વધી રહ્યા છે, ઘાડોસર ગાર્ડનમાં વાંચવા ગયેલા વિદ્યાર્થીને ચાકુ બતાવીને તેનો મોબાઇલ લૂંટીને ચાર શખ્સો પલાયન થઇ ગયા હતા. જો કે પાંચ દિવસ બાદ અમરાઇવાડી પોલીસે મોબાઇલ ચોર ટોળકીને પકડતાં યુવકનો મોબાઇલ મળી આવ્યો હતો.

આ કેસની વિગત એવી છે કે ઘોડાસર મ્યુ. સ્કૂલ પાછળ સુરમંગલ સોસાયટીમાં રહેતા અશોકભાઇ એમ, ઠાકોરે ઇસનપુર પોલીસ  સ્ટેશનમાં ખોખરા ભાઇપુરા ખાતે પંજાબી તાળાવાળી ચાલીમાં રહેતા નિરજ શિવલાલ ચૌહાણ તથા પ્રકાશ ટીન્ગુ દશરથભાઇ પટેલ અને ખોખરા પરશુરામનગરની ચાલીમાં રહેતા વિશાલ  ઉર્ફે કાળિયો ગોવિંદભાઇ પવાર તેમજ ખોખરા હરિપુરા દેશમુખ વાડી પાસે રહેતા રાહિત ભોજરાજસિંહ રાજપુત સામે ફરિયાદ નોધાવી છે કે તા.૨૫ના રોજ તેમનો ભત્રીજો ઘોડાસર તળાવા પાસેના  ગાર્ડનમાં વાચવા માટે ગયો હતો. 

આ સમયે ચાર શખ્સોએ ચાકુ બતાડીને ડરાવીને તેની પાસેથી મોબાઇલની લૂંટ ચલાવીને  નાસી ગયા હતા. દરમિયાન તા.૩૦ના રોજ અમરાઇવાડી પોલીસે મોબાઇલ ચોર ટોળકીને પકડી હતી જેમાં  આ યુવકનો મોબાઇલ લૂંટીને મ મોેપેડ ઉપર આરોપીઓ નાસી ગયા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો