BREAKING

મોબાઇલ નંબર બંધ કરાવીને ગઠિયાએ રૂ.12 લાખની આબાદ ઉઠાંતરી કરી



જાણીતી કંપનીના બેંક એકાઉન્ટ સાથે જોડાયેલો  

કંપનીના લેટરના નામે અરજી કરીને  સિમ કાર્ડ બંધ કરાવીને બેક એકાઉન્ટનો પાસવર્ડ મેળવી છેતરપિંડી કરી

અમદાવાદ : અમદાવાદના માધુપુરા માર્કેટમાં ઓફિસ ધરાવતી જાણીતી ફુડ કંપનીના બેંક  એકાઉન્ટ સાથે જોડાયેલો મોબાઇલ નંબર થોડા કલાકો માટે બંધ કરીને  કોઇ ગઠિયાએ કંપનીના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 11.89 લાખની  બારોબાર  ઉઠાંતરી કરી હોવાની ચોંકાવનારી ઘટના સાયબર ક્રાઇમ સેલ ખાતે નોંધવામા આવી છે. જો કે પોલીસ હજુ સુધી  ગંભીર છેતરપીંડી આચરનાર ગેંગ સુધી પહોંચી શકવામાં નિષ્ફળ ગઇ છે.  

શહેરના  બોડકદેવ  પાર્ક વ્યુ  એપાર્ટમેન્ટમાં રહેતા પ્રતિક ચૌટાઇ સાબરકાંઠાના તલોદ ખાતે તલોદ  ફુડ કંપનીના નામે    પોતાના ભાઇ કેયુર અને પિતા સાથે મળીને વેપાર કરે છે. જેમાં ે તેમના ભાઇ પાસે રહેલો  મોબાઇલ નંબર તલોદ ખાતે આવેલા બેંક ઓફ બરોડાના કરન્ટ અને કેસ ક્રેડીટ એકાઉન્ટ સાથે સંકળાયેલો રહે છે.

થોડા સમય પહેલા  અચાનક  રાતના સમયે તેમના ભાઇના મોબાઇલનું નેટવર્ક બંધ થઇ ગઇ હતુ. જેથી  તે કોઇ કોલ ઉપાડી કે કરી શકતા નહોતા. જેથી બીજા દિવસે સવારે   મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર ત્યાં જઇને તપાસ કરી ત્યારે ચોંકી ઉઠયા હતા કારણ કે કોઇએ કંપનીના નામે અરજી કરીને કેયુર પાસે રહેલો મોબાઇલ નંબર બંધ કરાવી દીધો હતો.

આ દરમિયાન  કંપનીનો એક ચેક ઓછા બેલેન્સના અભાવે પાસ ન થતા  તેમણે  ઓનલાઇન બેંક એકાઉન્ટ તપાસ્યુ ત્યારે ખબર પડી હતી કે કોઇ કાર્ડને બંધ કરાવીને મેસેજ ન આવે  તે માટે  છેતરપીડીં કરીને  રૂપિયા 11 .89 લાખ આ સમય દરમિયાન અન્ય એકાઉન્ટમાં આરટીજીએસથી ટ્રાન્સફર કરી દીધા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો