BREAKING

સિહોર યુવા યુગ પરિવર્તન સંગઠન દ્વારા વિવિધ વિસ્તારોમાં પ્રકૃતિમય સેવા યજ્ઞ શરૂ

સિહોર યુવા યુગ પરિવર્તન સંગઠન સંસ્થા એટલે અનેકવિધ સેવાઓનો સમન્વય.. વિદ્યાર્થીઓ માટે દર વર્ષે સિહોરની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ઇનામ વિતરણ,સ્વદેશી અભિયાન તેમજ સેમિનારો ઉપરાંત સ્વામી વિવેકાનંદજી તેમજ ગાયત્રી પરિવાર સંસ્કૃત કસોટીઓ તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન તેમજ દર 15મી ઓગસ્ટના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં સિહોરની તમામ સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમજ યુવાઓને પ્લેટફોર્મ પૂરું પાડી પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ,રાજીવનગર વિસ્તારમાં 2007 થી 2014 સુધી જરૂરીયાત મંદ પરિવારના બાળકોને ધોરણ 1 થી 12 સુધી નિઃશુલ્ક ટ્યુશન કલાસીસ તેમજ 2011 થી 2017 સુધી જયહિંદ વ્યાયામ મંદિર જીમનેશયમનું સફળ સંચાલન જેવી સતત અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી એક અલગ સેવાકીય સંસ્થા તરિકે ઉભરી આવી છે. કોરોના પરિસ્થિતિમાં ગરીબ લોકો માટે કીટની જરૂર  હોય, થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે લોહીની જરૂર હોય, ભોજનની વ્યવસ્થા, કોરોના આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓની સેવા,  વાવાઝોડામાં ધરાશાહી વૃક્ષોને કાપી મોક્ષધામ સુધી લાકડા પહોંચાડવા  જેવી અનેકવિધ સેવાઓમાં હંમેશા નિસ્વાર્થપણે સેવાઓ છેલ્લા 13 વર્ષથી આપી રહ્યા છે. અને 15 ઓગષ્ટ,2021ના રોજ 13મી વર્ષગાંઠ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પમાં 55 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું તેમજ પ્રકૃતિ પ્રત્યે સેવાકીય દૃઢ સંકલ્પ સાથે સિહોર મોક્ષ મંદિરે વૃક્ષારોપણ તેમજ સિહોર મુક્તેશ્વર મહાદેવ મંદિરના આંગણે વૃક્ષો રોપી પ્રકૃતિમય સેવાનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે તેમજ આગામી  વર્ષમાં કુલ અંદાજીત 2000 જેટલા વૃક્ષો રોપવાનો અંદાજ છે. અને આ વર્ષમાં પ્રકૃતિમય કાર્યક્રમો પર વધુ ભાર મૂકવામાં આવશે તેવા સંકલ્પ સાથે આ સેવાયજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો