BREAKING

છેલ્લા બે વર્ષથી પાસાના કેસમાં વોન્ટેડ ઈસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર એલ.સી.બી સ્ટાફના માણસો શિહોર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પો.કોન્સ. બિજલભાઈ કરમટીયાને બાતમી રાહે હકીકત મળેલ કે, છેલ્લા બે વર્ષ થી પાસાના કેસમાં વોરંટ બજવણીથી નાસતો ફરતો સુધીર અશોકભાઈ પંડયા,રહે.મહા ગૌતમેશ્વર, શિહોર, જી.ભાવનગરવાળો તેના રહેણાંક મકાન પાસે હાજર છે. જે હકીકત આધારે સ્ટાફના માણસો સાથે હકીકતવાળી જગ્યાએ આવતા સુધીર અશોકભાઈ પંડયા,રહે.મહા ગૌતમેશ્વર, શિહોર, જી.ભાવનગર વાળો હાજર મળી આવતા. તેને શિહોર પોલીસ સ્ટેશન લાવી પાસાના વોરંટની બજવણી કરી રાજકોટ જીલ્લા જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ.        
        આમ, છેલ્લા બે વર્ષ થી પાસા વોરંટની બજવણીથી નાસતા ફરતા ઈસમને પકડી પાડવામાં એલ.સી.બી, ભાવનગરને સફળતા મળેલ છે.આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પોલીસ ઇન્સ. વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. અનિરુધ્ધસિંહ ગોહીલ, જયદાનભાઈ લાંગાવદરા તથા પો.કોન્સ બિજલભાઈ કરમટીયા તથા ડ્રાયવર સુરુભા ગોહિલ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો