BREAKING

મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે એ અભિયાનમાં સમર્થન આપતા પ્રસિધ્ધ હાસ્ય કલાકાર સુખદેવ ધામેલીયા


મહારાજા કૃષ્ણકુમારસિંહજી એટલે રાષ્ટ્ર પ્રત્યે ત્યાગ અને બલિદાનનું ઉમદા ઉદાહરણ. જેમની દેશ રાષ્ટ્રભક્તિની ભાગ્યે જ કોઈ ગરજ સારી શકે. દેશની રજવાડા એકીકરણમાં પોતાનું સંપૂર્ણ ન્યોછાવર કરી લોકશાહીના પાયામાં પહેલી ઈંટ મૂકી હતી જેમની ગણના આજે પણ થઈ રહી છે. તેમને ભારત રત્ન મળે એ અભિયાન લઈને નીકળેલા ભાવનગર જિલ્લાના યુવાન જીજ્ઞેશ કંડોલીયા ગુજરાતના સાધુ સંતો, વરિષ્ઠ નાગરિકો, રાજકીય પ્રતિનિધિઓ પાસેથી સમર્થન મેળવી ભારત સરકાર તેમજ ગુજરાત સરકારમાં પત્ર મોકલી એક સકારાત્મક અભિયાન થકી સરકારમાં રજુઆત કરી રહ્યા છે ત્યારે આજ રોજ ગુજરાતના  પ્રસિદ્ધ એવા ગઢડાના હાસ્યકલાકાર સુખદેવ ધામેલીયા દ્વારા સમર્થન આપી અને આ અભિયાનમાં જોડાયા હતા. અને તેમણે જણાવ્યું હતું કે નેકનામદાર કૃષ્ણકુમારસિંહજીએ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અને દેશ પ્રત્યેની નિષ્ઠા અને ત્યાગ બલિદાન બાબતે તેમને ભારત રત્ન મળે એવી આશા સેવી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો