આજરોજ ઘોઘા ખાતે આવેલ ઘોઘા તાલુકા શિક્ષક શરાફી મંડળીના બિલ્ડિંગમાં તાલુકા શિક્ષક શરાફી મંડળીના બિનહરીફ ચૂંટાયેલા સભ્યોની પ્રથમ કારોબારી મીટીંગ યોજાઇ હતી,તાલુકાના પ્રાથમિક શિક્ષક સભાસદો થકી અને વ્યવસ્થાપક કમિટીના સુચારુ સંચાલન થકી ચાલતી આ સમૃદ્ધ મંડળીમાં રાજકીય વાતાવરણનું નિર્માણ ન થાય અને સર્વાનુમતે સિલેક્શન થકી વ્યવસ્થાપક કમિટીના તમામ સભ્યોની બિનહરીફ વરણી થાય અને મંડળી સૌના સાથ,સૌના વિકાસ થકી ‘વિના સહકાર,નહીં ઉદ્ધાર’..ના સૂત્રને ચરિતાર્થ કરે તે માટે સતત ત્રીજીવાર કિશોરભાઈ દવે મંડળીના પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે સી.આર.સી જયદેવ સિંહ ગોહિલ તેમજ મેનેજિંગ ડિરેક્ટર તરીકે સતત આઠ વર્ષથી સભ્ય એવા ભરતભાઈ પરમાર ચૂંટાયેલ હતા અને તેમનુ પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
નવા ચુટાયેલ પદાધિકારીઓને સંઘના પ્રમુખ હિંમતભાઈ જાની,સંઘના મંત્રી જયપાલસિંહ ડી.ગોહિલ અને જિલ્લા પ્રતિનિધિ અશોકભાઈ બારોટે આવકાર્યા હતા,તેમજ આ મીટિંગ દરમિયાન મંડળીના પ્રમુખ કિશોરભાઈ દવેએ જણાવ્યું હતું કે"આ મંડળી રૂ.૩૯ કરોડનું ટર્નઓવર ધરાવે છે,સભાસદોને ૧૯ કરોડનું ધિરાણ કરેલ છે,તેમજ રૂ.૧૪ કરોડની એફ.ડી ધરાવે છે,અને હાલમાં સભાસદોને રૂ.૨૦ લાખની લોન આપવામાં આવે છે,અને નવા આવેલ સભ્યોને મંડળીના હિતમાં કામ કરવા સૂચનો આપેલ તેમજ હજુ જેમ બને તેમ વધારે સભાસદોને લાભ મળે તેવા પ્રયત્નો સૌએ સાથે મળીને કરવા જણાવેલ.
આ સાથે નવા વરાયેલ ઉપપ્રમુખ જયદેવસિંહ ગોહિલે પણ મંડળીને શુભેચ્છા પાઠવેલ,તેમજ આ સમગ્ર બેઠકનું સંચાલન નવા વરાયેલા મેનેજીંગ ડીરેકટર ભરતભાઇ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું,આ તકે મંડળી ના નવા વરાયેલા તમામ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા અને તેમને આવકારવામાં આવ્યા હતા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો