BREAKING

ઘોઘામાં આવેલ મોટાપીરની દરગાહ ખાતે બકરી ઇદનો મેળો નહીં યોજાઈ


ઘોઘાના દરિયાકિનારે આવેલ હિન્દૂ-મુસ્લિમ ધર્મના આસ્થા સમાન પીરાને પીર દસ્તગીરના ચિલ્લા ખાતે વર્ષ પરંપરાગત રીતે મુસ્લિમ બિરાદરોની ઇદ-ઉલ-અઝરા એટલે કે બકરી ઇદના પર્વ નિમિત્તે સતત બે દિવસ સુધી લોકમેળાનું આયોજન કરવામાં આવતું હતું,પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને લઇ અને સરકારશ્રીની કોવિડ-૧૯ ની ગાઈડલાઈન મુજબ લોક હિતાર્થે દરગાહ પર મેળાનું આયોજન મોકુફ રાખવામાં આવ્યું છે,તેમજ નાના-મોટા ધંધાર્થીઓએ પણ એકઠા થવું નહીં અને ઘોઘા,ભાવનગર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના દરેક ધર્મના લોકોને તા.21 અને 22 એમ બે દિવસ કોઈએ સલામ-દુઆ કરવા માટે કોઈએ આવવું નહીં એવું દરગાહના ખાદીમ અને ટ્રસ્ટી સૈયદ મહેમુદમિયાં બાપુ દ્વારા  અનુરોધ કરવામાં આવ્યો છે.

આગામી તા.21 અને 22  જુલાઈના રોજ બકરી ઈદ અને વાસીઈદ ના આ બંને દિવસોના તહેવાર દરમ્યાન દરગાહ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે,અને જો કોઈ દરગાહ પાસે એકઠા થશે અને તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી તેમની પોતાની રહેશે,દરગાહના ટ્રસ્ટીની કોઈ જવાબદારી રહેશે નહીં એવુ દરેક ધર્મના લોકો માટે દરગાહના ટ્રસ્ટી અને ખાદીમ સૈયદ મહેમુદમીયા બાપુ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો