ઘોઘામાં કાળઝાળ ઉનાળાના સમયથી લાઇટમાં ભારે ધાંધીયા પ્રવર્તતા હતા જે હવે ચોમાસામાં પણ એમના એમ જ રહેતા વિજ વપરાશકારોને ભારે ત્રાસ સહન કરવો પડે છે.ખાસ કરીને દિવસે વારંવાર પાવર ખોરવાતા તેમજ રાત્રીના સમયે પણ લાઇટ ગુલ થવાના બનાવો વધી રહયાં છે.દિવસે અને રાત્રે પાવરમાં વધુ ઘટ થઇ કોઇપણ સમયે ઝટકાથી બંધ થઇ જતો હોઈ વિજ વપરાશ કારોનાં ટીવી, પંખા, ફ્રીજ સહીત ઘર વપરાશનાં ઉપકરણોને પણ નુકસાન થવાની સંભાવના રહે છે.
સામાન્ય રીતે ચોમાસા દરમિયાન લાઇટનો પુરવઠો સરળ
રહે તે માટે પ્રિમોન્સુન મેન્ટેનન્સ કરવામાં આવે છે પરંતુ તાઉતે વાવાઝોડાની તારાજી દરમિયાન ઘોઘા શહેર અને તાલુકામાં વિજ લાઇનોને નુકસાન થયું હતું તે પછી હાલની પરિસ્થીતિ જોતા યોગ્ય મેઇન્ટેનન્સ ન થયું હોવાનું જણાઇ રહયું છે,આજરોજ ઘોઘાના ખજૂરીયા ચોક,પખાલીવાડા,વરકુવાડા વિસ્તારમાં વીજ પુરવઠો ગુલ થયો હતો અને આ વિસ્તારના રહીશો દ્વારા ઘોઘા PGVCL કચેરીના ફોલ્ટ નંબર પર ફોન કરતા પણ તે વ્યસ્ત જ બતાવ્યા કરતા હોવાથી સ્થાનિકો દ્વારા કચેરી ખાતે ફરિયાદ કરવા જતા ત્યાં કોઈ કર્મચારી હાજર હતું નહીં,PGVCL કચેરીના ફોલ્ટ નંબર કોઈ ફોન ઉપાડતું નથી,તેમજ સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રીના 10 વાગ્યા સુધી કોઈ કર્મચારી હાજર હોતું નથી અને જો કોઈ હાજર હોય તો તેમના દ્વારા ફરિયાદ કરવા આવેલ ગ્રાહકોને ઉડાવ જવાબ આપવામાં આવે છે,જોકે વિજ ગ્રાહકો પોતાનાં વપરાશ પ્રમાણે વીજળીનું બીલ ભરતા હોય છે જેથી પાવર લોડ વધી જતા હોય તો વિજ કંપની દ્વારા જરૂરીયાત મુજબ ટીસીની ક્ષમતા વધારવી જોઇએ જેથી કોઇપણ સમયે વિજ ગ્રાહકોને પુરા વોલ્ટેજ સાથે વિના અવરોધ પાવર સપ્લાય મળતો રહે અને તે માટે જે કોઇ ટેકનીકલ ક્ષતિ હોય તો તે દૂર કરી
લાઇટની સમસ્યા દૂર કરવી જોઇએ તેવી જનતાની માંગ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો