કાળમુખા ટ્રકે બે માસુમ બાળકો સહીત ૯ નો જીવ લીધો.
ભાવનગર શહેરના વરતેજ ગામે રહેતા અજમેરી પરિવારને આજ રોજ વહેલી સવારે સુરત થી ભાવનગર તરફ ઇકો કારમાં પરત ફરી રહ્યા હતા તે સમયે તારાપુરના ઇન્દ્રણજ દુરાવેટ ફેકટરી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. સુરતથી ભાવનગર આવી રહેલી ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માતમાં સર્જાતા ગાડીમાં સવાર બે બાળકો સહિત 9 વ્યક્તિનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારમાંથી લોકો દોડી આવ્યા હતા.અને ઘટના સ્થળ પર લોકોના ટોળા એકત્રિત થતા રસ્તો બંધ થઇ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.અકસ્માત ના પગલે સ્થાનિક પોલીસના પોલીસને થતા DYSP અને PIપીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યા હતા અને કારમાંથી મૃતદેહો બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
-વરતેજ નજીકના આદમજીનગર,કુંભારવાડા અને સીદસરમાં માતમ.
વહેલી સવારે બનેલ અકસ્માત ની ઘટનાના પગેલ સમગ્ર પંથકમાં અરેરાટી અને ગમગીની વ્યાપી ગઈ છે. અકસ્માતના ભાવનગર શહેરના જુદા-જુદા ત્રણ પરિવારમાં માતમ છવાઈ ગયો છે,વરતેજ નજીકના સર આદમજીનગરમાં રહેતા સીરાજભાઈ અજમેરી (૪૦) તેમના પત્ની મુમતાજબેન અજમેરી (૩૫) અને તેમની ૪ વર્ષની બાળકી રઈજ અજમેરી તેમજ મૃતક સીરાજભાઈ અજમેરીના બેન-બનેવી અનિશાબેન અલ્તાફભાઈ (૩૦) અને અલ્તાજફભાઈ (35), તથા મુસ્કાન અલ્તાફભાઈ (06) તેમજ વરતેજના મામા-ભાણેજ રહીમભાઈ સૈયદ (60), મુસ્તુફા ડેરૈયા (22) અને સીદસર ગામના રહેવાસી ઇકો કારના ડ્રાઈવર રાધવભાઈ ઉર્ફે ઉકાભાઈ ગોહેલનું મોત નીપજતા ભાવનગર શહેર અને જિલ્લામાં સમગ્ર પંથક માં શોક નું મોજું ફરી વળ્યું હતું.
-
ભાવનગરના અજમેરી પરિવાર અને તેમના સગાઓ સહીત ભાવનગર કુલ ૯ લોકોના તારાપુર અક્સમાતમાં મોત થયા અંગેના સમાચાર મળતા તેઓ ભાવનગરના ક્યાં વિસ્તારના લોકો છે તે અંગેની તપાસ કરતા વરતેજના નાના એવા આદમજીનગરના લોકો છે, જમાલભાઈ નામના વૃદ્ધ ના પરિવારના સભ્યો હોવાનું જાણવા મળતા અમે સ્થાનિક નગરસેવક ઉપેન્દ્રસિંહ ,મેયર અને જીતુભાઈ વાઘાણી સાથે વાત કરી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાવી CHH છે, ઘટના ના પગલે મુખ્યમંત્રી અને કેન્દ્રીયગૃહ મંત્રી દ્વારા ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો છે, તેમજ તેમના પરિવારજનો ને સરકાર તરફથી કોઈ સહાય મળે તે માટે વાત થઈ છે.-નાહીન કાઝી-લઘુમતી સમાજ અગ્રણી
વહેલી સવારે જે અકસ્માતની ઘટના બની છે તેમાં આમારા અજમેરી સમાજના સભ્યો અને તેમના બેન બનેવી સહિતના ૬ લોકોના અવસાન થયા છે તેમજ અન્ય બે લોકો અને એક ડ્રાઈવર સહીત ૯ લોકોના મોત નીપજ્ય છે, તે બાબતે સમગ્ર અજમેરી સમાજ દુખ વ્યક્ત કરે છે. આ બાબતે તેમના પરિવારજનો ને મળી તેમને સાંત્વનાપાઠવી તેમની અંતિમવિધિ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, આમારા અજમેરી સમાજમાં આવી પ્રથમવાર દુખદ ઘટના ઘટી છે. -અબ્દુલભાઈ અજમેરી-અજમેરી સમાજના આગેવાન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો