આજે વહેલી સવારે રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, બનવા અંગે મળતી માહિતી મુજબ આ ઘટના આણંદના તારાપુર હાઈવે પર ઇન્દ્રળજ નજીક બની છે, જેમાં સુરતથી ભાવનગર જઈ રહેલા પરિવારની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાઈ જતા દસ લોકોના મોત થયાનું જાણવા મળી રહ્યું છે, પ્રાથમિક માહિતી અનુસાર, સવારે 6 થી 6.30 ની વચ્ચે આ અકસ્માત બન્યો હતો. GJ 10 VT 0409 નંબરની ઇકો ગાડીને અકસ્માત નડ્યો હતો.કારમાંં ભાવનગરનો પરિવાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો