BREAKING

આવા ગુરુ પર કેમ કરવો ભરોસો.......

તળાજા

શિક્ષણજગતને શર્મસાર અને કલંકિત કહી શકાય અને ગુરુ શિષ્યાના સંબધોને લાંછન લગાડે તેવી એક ઘટના ભાવનગર જીલ્લાના તળાજાના મથાવડા ગામે બનવા પામી છે. 

તળાજા તાલુકાના મથાવડામાં આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ ૮માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને આ શાળાના શિક્ષક એવા ગીરીશ રાવળે તેની પ્રેમજાળમાં ફસાવી હતી. જેમાં તેને આ શિક્ષક દ્વારા એક મોબાઈલ પણ જે તે સમયે આપવામાં આવ્યો હતો જેની જાણ વિદ્યાર્થીનીના પિતાને થઇ જતા તેને આ બાબતે શિક્ષક ગીરીશ રાવળને ઠપકો આપી ફરી આ બાબતનું પુનરાવર્તન ન થાય તેમ જણાવ્યું હતું. ધોરણ ૮ પાસ કરી ધોરણ ૯માં આવેલી આ વિદ્યાર્થીની સાથે શિક્ષકે તેની પ્રેમલીલા શરુ રાખી હતી અને જેમાં આ વિદ્યાર્થીની તળાજા ખાતે એક ખાનગી ટયુશનમાં અભ્યાસ અર્થે આવતી હોય ત્યારે આ શિક્ષક તેને અવારનવાર મળવા પણ આવતો હતો.જેમાં ગત તારીખ ૧૦ ના રોજ બપોરે દોઢ વાગ્યાની આસપાસ આ વિદ્યાર્થીની ટ્યુશનમાં આવી ત્યારે તેને મળવા આવેલ શિક્ષક ગીરીશ રાવળ તેને પોતાની બાઈક પર બેસાડી લઇ ગયો હતો.જયારે વિદ્યાર્થીની દવા લેવા જાઉં છું એમ ટયુશનના શિક્ષકને કહ્યું હતું. બે કલાક બાદ પણ આ વિદ્યાર્થીની ટયુશનમાં ન આવતા આ બાબતે ટ્યુશન ના શિક્ષકે વિદ્યાર્થીનીના પિતાને જાણ કરી હતી અને જેમાં તપાસ કરતા અને સાથે ટયુશનમાં આવતી એક વિદ્યાર્થીની એ તે ગીરીશ રાવળ સાથે બાઈક પર ગઈ હોવાનું જણાવતા અને બાદ માં સાંજે પરત ફરતા તેની સાથે દુષ્કર્મ આચર્યા નું જણાતા અલંગ મરીન પોલીસ તથા તળાજા પોલીસમાં ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે તે સમયે કોઈ ખાસ નોંધ ન લેતા અને લંપટ શિક્ષક ગીરીશ રાવળને ફરિયાદ અંગેની જાણ થઇ જતા આ પ્રકરણ ભીનું સંકેલવા વિદ્યાર્થીનીના પિતાને રૂ.૨૦ લાખ ની ઓફર પણ કરી હતી જયારે પોતાની દીકરી સાથે આવા કૃત્યથી ફરી કોઈ દીકરી સાથે આવું કૃત્ય ના થાય તે માટે શિક્ષકના રૂપિયાની ઓફરને ઠુકરાવી પોલીસ ફરિયાદ નોંધાવી તેને યોગ્ય સજા મળે તેવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો