ભાવનગર
વિર મેહુરજી યુવા શક્તિ સંગઠનની મીટિંગ ભાવનગર ખાતે યોજાઈ ગઈ. જેમાં સમાજ માં શિક્ષણનો વ્યાપ વધે,સમાજના કુરિવાજો દૂર થાય તે માટે સમાજના જુદાજુદા વિસ્તારો માંથી આવેલ અગ્રણીઓએ ચર્ચા કરી.તેમજ વિર મેહુરજીની ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિ ઉજાગર રહે તે મુજબ રહેવુ, રોજગાર જેવા તમામ મુદ્દાની ચર્ચા કરવામાં આવી, આ સાથે જ સમાજ ના બારોટજી એ વિર મેહુરજી ના રાજપુતી ઈતિહાસ થી બધાને વાકેફ કર્યા. તેમજ સાથે સાથે બ્લડ ડોનેશન નું આયોજન પણ કરવામાં આવ્યું હતું, આ મિટિંગ ને સફળ બનાવવા સમાજના યુવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો