BREAKING

પાલીતાણામાં સીએએનાં સમર્થન માં વિશાળ રેલી યોજાઈ.




એક બાજુ દેશમાં સીએએને લઈને હિંસા થઇ રહી છે ત્યારે બીજી બાજુ સીએએ ના સમર્થનમાં રેલીઓ નીકળી રહી છે, આજે ભાવનગરના પાલીતાણામાં સ્વામી વિવેકાનંદ યુવા સમિતિ તથા રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા સીએએ ના સમર્થનમાં વિશાળ રેલી યોજવામાં આવી હતી જેમાં પાલીતાણાની જનતા, સાધુ  સંતો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા,સાથે સાથે પાલીતાણાના વેપારીઓએ સ્વમ્ભુ બંધ પાળી અને સીએએ ને સમર્થન કર્યું.



પાલીતાણા ખાતે આજે રાષ્ટ્રીય એકતા મંચ અને સ્વામી વિવેકાનંદ યુવા સમિતિ દ્વારા સીએએ ના સમર્થનમાં એક વિશાલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું, આ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના જીલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, ભાજપ અગ્રણી મહેશ કસવાલા સહિતના ભાજપના અગ્રણીઓ તેમજ સાધુ સંતો, તેમજ પૂર્વ સૈનિકો તેમજ તેમજ પાલીતાણાની જનતા મોટી સંખ્યામાં જોડાઈ હતી, આ સાથે સાથે પાલીતાણા શહેર અને આજુબાજુના હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા, આ રેલી પાલીતાણા ના ભાવનગર જકાત નાકા બાપા ચોકથી શરુ કરી અને પાલીતાણા ના મુખ્ય માર્ગો પર ફરી અને પાલીતાણા હાઈસ્કુલ ખાતે સભામાં પરિવર્તિત થાય હતી.

આ રેલીમાં સીએએ ને સમર્થન કરતા પોસ્ટરો, બેનરો સાથે લોકો ભારતમટકી જાય અને આઈ સપોર્ટ સીએએ ના નારા લગાવતા લગાવતા જોડાયા હતા, સાથે સાથે ડીજેના તાલે દેશભક્તિના ગીતોથી પાલીતાણા ના લોકો નાસી ઉઠ્યા હતા. આ સાથે સીએએ ને સમર્થન આપવા માટે પાલીતાણાની જનતાએ સ્વમ્ભુ બંધ પાળ્યો હતો અને લોકોએ પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો