અર્બનના વાવાઝોડા સામે રૂરલ ફિલ્મના કોમેડી એકટર જીતુ પંડ્યા મેદાન મારી ગયા
ભાવનગર
વિશ્વભરના ગુજરાતીઓમાં અનહદ લોકપ્રિય બનેલા ગુજરાતી મનોરંજન એવોર્ડ એવા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ 2019નો ભવ્ય એવોર્ડ સમારંભ મુંબઈમાં 29 ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો.
ટ્રાન્સમિડિયા ગુજરાતી સ્ક્રીન એવોર્ડમાં ભાવનગરના કંડોલિયા ફિલ્મ્સની 'સાજણ પ્રીતની જગ માં થાશે જીત' સુપર ડુપર ફિલ્મ અલગ અલગ કુલ 6 કેટેગરીમાં નોમિનેશનમાં સ્થાન પામી હતી.
તેમાં આખરે આ આખાય સમારોહમાં તમામ અર્બન ફિલ્મો સામે ટક્કર આપીને એક માત્ર કંડોલિયા ફિલ્મ્સની રૂલર ફિલ્મ 'સાજણ પ્રિતની જગમાં થાશે જીત' એ મેદાન મારીને બેસ્ટ એક્ટર કોમેડીમાં જીતુ પંડ્યાએ એવોર્ડ મેળવ્યો છે. અહીં ફરી એકવાર દર્શકો એ સાબિત કરી દીધું છે કે ગુજરાતી ફિલ્મમાં અર્બન કે રૂરલ એવું કશું હોતું નથી. ફિલ્મ ફિલ્મ જ હોય છે. અભિનય અને ગુણવત્તામાં દમ હોય તો દર્શકો પ્રેમથી આવકારે જ છે.!
ગુજરાતી અને હિન્દી ફિલ્મ ઈન્ડ. ની અનેક હસ્તીઓની ઉપસ્થિતી માં યોજાયેલ આ એવોર્ડ સમારોહ માં રંગારંગ માહોલ વચ્ચે કંડોલિયા ફિલ્મ્સના નિર્માતા હર્ષદ કંડોલિયા, અનમોલ શાહ, લોકપ્રિય અભિનેત્રી પ્રિનલ ઓબેરોયએ ટિમ સાથે ઉપસ્થિત રહી આ ખુશીની પલને આવકારી હતી.
તમામ અર્બન ફિલ્મો સામે ટક્કર આપનાર કંડોલિયા ફિલ્મ્સ ની 'સાજણ પ્રીતની જગમાં થાશે જીત'ની ફિલ્મપ્રેમીઓએ નોંધ લઈ અભિનંદનની વર્ષા કરી હતી.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો