BREAKING

ગુજરાત માં દારૂ વેચાય છે, અને એ બંધ કરવા કડક અમલવારી કરીશું- મુખ્યમંત્રી વિજય રૂપાણી

ઉમરાળા ના ચોગઠ ગામે મુખ્યમંત્રી વિજય રૂપાણી ની ઉપસ્થિત માં સ્વ.રામભાઈ રાવળની મૂર્તિ પ્રતિસ્થા કરવામાં આવી.



ગુજરાતના પ્રસિદ્ધ ડાક ડમરુંના કલાકાર અને કથાકાર સ્વ.રામભાઈ રાવલની મૂર્તિ પ્રતિસ્થા કાર્યક્રમમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ભાવનગરના સાંસદ, ધારાસભ્યો સહિતના મહાનુભાવો અને રાવલ જોગી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમ માં રાવલ જોગી સમાજના ૧૧૦૦ લોકોએ એક સાથે ડાક વગાડી અને મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું.



ભાવનગર જિલ્લાના ચોગઠ ગામે મુખ્યમંત્રીની હાજરીમાં રાવળ સમાજના પ્રસિદ્ધ ડાક ડમરુંના કલાકાર અને કથાકાર સ્વ.રામભાઈ રાવળની સમાધી નવનિર્માણ તેમજ મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપ ગુજરાતના અધ્યક્ષ જીતુ વાઘાણી, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, આત્મરામપરમાર, ભાવનગર જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા સહિત ના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાવળ સમાજના ૧૧૦૦ લોકો એ એક સાથે ડાકડમરું વગાડી અને મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી એ રાવળ સમાજને સંબોધતા કહ્યું કે ભાજપ સરકાર લઘુમતી સહિત બધા સમાજની સરકાર છે. મુખ્યમંત્રી રૂપણીએ તેમના ભાષણ દરમિયાન ગુજરાત માં દારૂ વેચાય તે વાત ને સ્વીકારી હતી, તેમજ તેમને ગુજરાતમાં દારૂબંધી નો અમલ કડક માં કડક થશે, તેમણે વધુમાં કયું હતું કે રાજસ્થાન માં મહિલાઓને દારૂ વહેંચવા માટે પરવાના આપવામાં આવે છે અને ગુજરાતની દારૂબંધી ની વાત કરે છે, કચ્છ માં લગ્ન પ્રસંગે બનેલ ઘટના વિડીઓ અંગે સીએમે કહ્યું હતું કે કોઇપણ ને છોડવામાં આવશે નહી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો